પુલાવામા હુમલા બાદ એક તરફ તપાસ એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે તો બીજી તરફ દેશભરના તમામ એરપોર્ટને એલર્ટ કરવામાં આવ્યા છે. એરપોર્ટ પાર્કીંગમાં આવતી તમામ ગાડીઓની બારીકાઈથી તપાસ કરવામાં આવે અને મહત્વના સ્થળો પર બાજ નજર રાખવામાં આવે. આ ઉપરાંત સિક્યોરિટી વધારવાના પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.
આ એલર્ટ મુંબઈ એર ઈન્ડીયાના કન્ટ્રોલ રૂમને પાકિસ્તાન જતી ફલાઈટને હાઈજેક કરવાની ધમકી મળ્યા બાદ જારી કરવામાં આવ્યું છે. એલર્ટ જાહેર કરવામાં આવ્યા બાદ ગલ્ફ અને પાકિસ્તાન જતી કે વાયા પાકિસ્તાનની ફલાઈટના દરેક મુસાફરની સંપૂર્ણ ચકાસણી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. મુસાફરો બેસે તે પહેલાં તેમની તપાસ કરવામાં આવશે અને એરપોર્ટ પર સલમાતી માટે અગમચેતીના તમામ પગલા વધારી દેવાનું પણ કહેવામાં આવ્યું છે.