લેહ : એલએસી પર ચાલી રહેલા તણાવને ઘટાડવા ભારત અને ચીન વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. છેલ્લા એક મહિનામાં બંને દેશોના સૈન્ય અધિકારીઓ વચ્ચે અનેક રાઉન્ડની વાટાઘાટો થઈ છે. 22 જૂન સોમવારે, બંને દેશો વચ્ચે વાતચીત થઈ હતી અને તે દરમિયાન, મંગળવારે આર્મી ચીફ એમએમ નરવણે લેહ પહોંચ્યા હતા, અહીં આર્મી ચીફ નવીનતમ પરિસ્થિતિનો તાગ મેળવશે.
આ દરમિયાન ગલવાન ખીણમાં ભારતીય સૈનિકો અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણમાં ભારતના 20 સૈનિકો શહીદ થવાની સાથે કેટલાક સૈનિકો લેહની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આજે આર્મી ચીફ એમ.એમ. નરવણે લેહની સૈન્ય હોસ્પિટલમાં ઘાયલ સૈનિકોને મળ્યા, તેમણે તેમને પ્રોત્સાહન આપ્યું. તે જ સમયે, સેના પ્રમુખે કહ્યું કે, તમે સારું કામ કર્યું છે, પરંતુ હજી સુધી કાર્ય પૂર્ણ થયું નથી. ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલની મુલાકાત પછી, કોર્પ્સ કમાન્ડર આર્મી ચીફને પરિસ્થિતિ વિશે માહિતી આપશે.
General MM Naravane #COAS interacting with our gallant soldiers at Military Hospital, Leh during his two day visit to Eastern #Ladakh. pic.twitter.com/pG22J7kIs4
— ADG PI – INDIAN ARMY (@adgpi) June 23, 2020