India Coast Guard ભારતીય કોસ્ટ ગાર્ડે દરિયામાં ડૂબેલા માલવાહક જહાજના 6 ખલાસીઓને બચાવ્યા
India Coast Guard MSV સલામતના ક્રૂ સભ્યોને DRAMATIC રીતે બચાવ્યા, તમામને ન્યૂ મેંગલુરુ બંદરે સુરક્ષિત લાવવામાં આવ્યા
ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એ 14 મે, 2025ના રોજ વહેલી સવારે દરિયામાં ડૂબી ગયેલા કાર્ગો જહાજ MSV સલામતના 6 ખલાસીઓને સમયસૂચકતા અને સાહસિકતાથી બચાવ્યા હતા. આ ઘટનાથી કોસ્ટ ગાર્ડની જીવન બચાવવાની પ્રતિબદ્ધતા ફરીવાર સાબિત થઈ છે.
માલવાહક જહાજ ડૂબવાનું કારણ અસ્પષ્ટ, ઘટનાને લઈ તપાસ શરૂ
પ્રાથમિક માહિતી અનુસાર, MSV સલામત 12 મેના રોજ મેંગલુરુ બંદરથી લક્ષદ્વીપના કદમત ટાપુ તરફ બાંધકામના સામાન સહિતનું માલ લાવવા માટે રવાના થયું હતું. 14 મેના રોજ સવારે લગભગ 5:30 વાગ્યે જહાજમાં પાણી ઘૂસતા ક્રૂએ ખતરાની ઘંટી વાગાડી અને બચાવ માટે તૈયારીઓ શરૂ કરી. જહાજ પછીથી દરિયામાં ડૂબી ગયું.
ડૂબી રહેલા જહાજમાંથી ડીંગી બોટ મારફતે બચાવ
જહાજ ડૂબવા લાગતાં તમામ છ ખલાસીઓએ એક નાની ડીંગી બોટમાં બેસી પોતાનો જીવ બચાવ્યો. આ સમય દરમિયાન પાર કરતો MT એપિક સુસુઇ નામનો અન્ય જહાજે તેમની સ્થિતિ જાણી તાત્કાલિક ભારતીય કોસ્ટ ગાર્ડને કટોકટી સંદેશ મોકલ્યો.
ICG વિક્રમે ઝડપી કામગીરી કરી, તમામ ખલાસીઓ સુરક્ષિત
સંદેશ મળતાની સાથે જ પેટ્રોલિંગ પર તૈનાત કોસ્ટ ગાર્ડ શિપ ‘વિક્રમ’ને તરત ઘટનાસ્થળે મોકલવામાં આવ્યું. લગભગ 52 નોટિકલ માઈલ દૂર, વિક્રમની ટીમે તમામ છ વ્યક્તિઓને સુરક્ષિત રીતે બચાવી લીધા. બચાવાયેલા ખલાસીઓમાં ઈસ્માઈલ શરીફ, અલેમુન અહેમદ ભાઈ ઘાવડા, કકલ સુલેમાન ઈસ્માઈલ, અકબર અબ્દુલ સુરાની, કાસમ ઈસ્માઈલ માપાની અને અજમલનો સમાવેશ થાય છે.
@IndiaCoastGuard swiftly responded to a distress alert and rescued six crew members of MSV SALAMATH, which sank 60 Nm off #Mangalore while on passage from #NewMangalore, #Karnataka to #Kadmatt Island, #Lakshadweep. #ICG Ship Vikram, whilst on patrol, was diverted for the #SAR and… pic.twitter.com/J2zJW7Kpke
— Indian Coast Guard (@IndiaCoastGuard) May 16, 2025
પ્રાથમિક સારવાર બાદ ન્યૂ મેંગલુરુ બંદરે ખસેડાયા
બચાવ બાદ તમામને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી અને 15 મેના રોજ તેમને ન્યૂ મેંગલુરુ પોર્ટ પર સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા. સ્થાનિક વહીવટીતંત્ર હવે જહાજ ડૂબવાનું સાચું કારણ જાણવા માટે સમગ્ર ક્રૂની પૂછપરછ શરૂ કરશે.