પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેના દ્વારા આતંકી અડ્ડાઓને તબાહ કર્યા બાદ પાકિસ્તાન તરફથી સતત સીઝફાયરનું ઉલ્લંધન કરવામાં આવી રહ્યું છે. હુમલા બાદ પાક. તરફથી એલઓસી પર ફાયરીંગની ઘટના વચ્ચે લડાકુ વિમાન ભારતની સરહદમાં ધૂસી આવ્યા હતા અને ભારતીય આર્મીએ વિમાનને તોડી પાડ્યા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્વ જેવી સ્થિતિ જન્મી હોવાથી પ્રથમ તબક્કે હવાઈ સેવા પ્રભાવિત થઈ છે.
આ ઘટના બાદ ભારતે જમ્મૂ-કાશ્મીર અને પંજાબના એરપોર્ટ પરથી અવર-જવર બંધ કરી દીધી છે. અમૃતસર એરપોર્ટને ખાલી કરી દેવામાં આવ્યું છે.
J&Kમાં લેહ, જમ્મૂ-શ્રીનગર અને પઠાણકોટ એરપોર્ટને હાઈએલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે. સલામતીના કારણોસર એરસ્પેસ બંધ કરી દેવામાં આવ્યા છે. કેટલીય કર્મશિયલ ફ્લાઈટ્સને પણ અટકાવી દેવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડીયા સાથે સંકળાયેલા સૂત્રોએ ન્યૂઝ એજન્સી અને મીડિયાને જણાવ્યું કે જમ્મૂ-કાશ્મીર ઉપરાંત પંજાબના એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. આ સિવાય ઉત્તરાખંડના દહેરાદૂ અને હિમાચલ પ્રદેશના ધર્મશાલા એરપોર્ટને પણ બંધ કરી દેવામાં આવ્યું છે.

બીજી તરફ પાકિસ્તાને પણ કેટલીય ફ્લાઈટ્સ રદ્ કરી છે. લાહોર, મુલ્તાન, ફૈસલાબાદ, સિયાલકોટ અને ઈસ્લામાબાદ એરપોર્ટને તત્કાળ અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે. સરહદ પર સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી પાકિસ્તાની વિમાનો ભારતીય સીમામાં આવતા હવાઈ સેવાને સીધી અસર થઈ છે. ભારતીય સેનાએ પાક.વિમાનોને તોડી પાડ્યા હતા.