ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધતી જઈ રહી છે. આજે પાકિસ્તાનની હરકતને પગલે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં હાઈ લેવલ મીટીંગ મળી હતી. આર્મીની ત્રણેય પાંખોને એલર્ટ મૂકી દેવામાં આવી છે. દેશના નવ એરપોર્ટ પરથી મુસાફરોની અવર-જવરને કેટલાક કલાકો માટે અટકાવી દેવામાં આવી હતી પરંતુ ફરીથી હવાઈ સેવાને બહાલ કરવામાં આવી છે.
બુધવારે સવારે પાકિસ્તાન વાયુસેનાએ ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતાં આર્મીને હાઈ એલર્ટ કરી દેવામાં આવી છે. પાયલોટને 10 મીનીટમાં તૈયાર રહેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.
જમ્મૂ-કાશ્મીરના લેહ, જમ્મૂ, શ્રીનગર અને પઠાણકોટ એરપોર્ટને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સલામતીના કારણોસર એરપોર્ટ બંધ કરી દેવાયા હતા. બુધવારે બપોરે 12.25 મીનીટ બાદ અમૃતસર, પઠાણકોટ, પિથોરાગઢ, શ્રીનગર, જમ્મૂ, લેહ, શિમલા, કાંગડા અને કુલુમનાલી જેવા એરપોર્ટ પરથી ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હતી તો કેટલીક ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી હતી. પરંતુ હવે એરપોર્ટને ફરીથી ધબકતું કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવાઈ સેવા ફરીથી બહાલ કરવામાં આવી છે. સુરક્ષાના કારણોસર હવાઈ સેવા સ્થગિત કરાઈ હતી કારણ કે પાકિસ્તાન એરપોર્ટને ટાગરેટ કરી શકે એવી શંકા છે.