India Pakistan Attack ઓપરેશન સિંદૂર પછી ભારતીય જવાબથી પાકિસ્તાન હચમચી ગયું
India Pakistan Attack ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવકટ પરિસ્થિતિ સર્જાઈ છે. ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતે 9 આતંકવાદી ઠેકાણાઓને નાશ કરી 90થી વધુ આતંકવાદીઓને ઠાર કર્યા બાદ, પાકિસ્તાનમાં ગભરાહટનું માહોલ સર્જાયો છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે તેઓ ઓપરેશન સિંદૂરમાં વહેલા લોહીનો બદલો લેશે. બીજી બાજુ, પાકિસ્તાની સેનાને ‘મૂક જવાબ’ આપવાની છૂટ આપવામાં આવી છે.
8 મે, 2025ના રોજ, પાકિસ્તાને અવંતિપુરા, શ્રીનગર, પઠાણકોટ, અમૃતસર, લુધિયાણા, ભૂજ સહિત અનેક ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હવાઈ હુમલાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતીય સેના દ્વારા વળતો અને સચોટ જવાબ આપવામાં આવ્યો. ભારતે પોતાના S-400 સુદર્શન ચક્ર વાયુ સંરક્ષણ મિસાઇલ સિસ્ટમ વડે તમામ પાકિસ્તાની હુમલાઓ નિષ્ફળ બનાવ્યા. રડાર અને ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા હુમલાની અગાઉથી જાણકારી મેળવી કાઉન્ટર મીઝર્સ અમલમાં મુકાયા, જેના કારણે પાકિસ્તાનના ફાઇટર જેટ્સ અને ડ્રોન નિશાળે પહોંચ્યા નહીં.
આક્રોશિત પાકિસ્તાન હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ દબાણમાં છે. ભારતે સ્પષ્ટ રીતે કહ્યું છે કે પાકિસ્તાન ધાર્મિક સ્થળો પર હુમલાના જુઠ્ઠા આરોપો લગાવી આંતરિક તણાવ ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ સ્પષ્ટ કર્યું કે નનકાના સાહિબ પર હુમલાની વાત તદ્દન ખોટી છે અને પાકિસ્તાન સામપ્રદાયિક તણાવ ઊભો કરવાનો દાવ પેચ ચલાવી રહ્યું છે.
પૂંછમાં પાકિસ્તાની હુમલામાં બે નિર્દોષ શાળાના બાળકોના મૃત્યુ પર પણ ભારતે નારાજગી વ્યક્ત કરી છે. આ ઘટનાને લઇને આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન વિરુદ્ધ માનવાધિકારના મુદ્દે મુદ્દો ઊઠાવવાનો ઈશારો આપ્યો છે.
વિદેશ સચિવે ઉમેર્યું કે હાલમાં ચાલી રહેલી IMF બેઠકમાં ભારત પોતાનો મજબૂત અભિપ્રાય રજૂ કરશે. તેમણે કહ્યું કે ભારતે સિંધુ જળ સંધિને હાલ માટે સ્થગિત રાખવાનો નિર્ણય લીધો છે.