India Pakistan attack રાજનાથ સિંહે ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સેનાના વડાઓ સાથે બેઠક યોજી
India Pakistan attack ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવના માહોલ વચ્ચે આજે દેશભરમાં સુરક્ષા અને શાંતિ જાળવી રાખવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકો અને રાષ્ટ્રવાદી કાર્યક્રમોનો દોર શરૂ થયો છે.
સુરક્ષા મંત્રાલય તરફથી મળતી માહિતી અનુસાર, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં એક અતિમહત્વપૂર્ણ બેઠક નવી દિલ્હીમાં યોજાઈ રહી છે. આ બેઠકમાં ભારતના ત્રણેય સેનાના પ્રમુખો તેમજ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) હાજર રહ્યા છે. बैठकમાં હાલના તણાવની સ્થિતિ, પાકિસ્તાન તરફથી થયેલા દાવાઓ અને ભારતમાં વધતી સુરક્ષા જરૂરિયાતોને આધારે તાત્કાલિક પગલાંઓ અંગે ચર્ચા ચાલી રહી છે.
ગુજરાત રાજ્ય પણ સાવચેત બની ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટરમાં સવારે 10:30 વાગ્યે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું. આ બેઠકમાં રાજ્યના ગૃહ વિભાગના અધિકારીઓ, પોલીસ મથકના વડાઓ અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન કરીને સરહદી વિસ્તારોમાં વધતી તાત્કાલિક સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. મુખ્યત્વે કચ્છ, જામનગર અને બનાસકાંઠા જેવા સરહદી જિલ્લાઓમાં વિશેષ સાવચેતી રાખવામાં આવી રહી છે.
#WATCH | Karnataka | Congress organises Tiranga Yatra from KR Circle to Minsk Square near Chinnaswamy Cricket Stadium in Bengaluru in solidarity with the Indian armed forces amid India-Pakistan tensions. pic.twitter.com/xzljNdGyyq
— ANI (@ANI) May 9, 2025
સામાન્ય નાગરિકોમાં રાષ્ટ્રીય ભાવનાઓ મજબૂત બને તે માટે, કોંગ્રેસે બેંગલુરુ શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે. યુદ્ધ જેવી પરિસ્થિતિમાં દેશની એકતાને મજબૂત કરવા અને ભારતીય સેનાના સાહસને આદરભેર પ્રણામ આપવા માટે આયોજન કરવામાં આવ્યું છે. યાત્રામાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા છે.
ભવિષ્યની ઘટનાઓને ધ્યાનમાં લઈને, દેશભરમાં વિવિધ રાજ્યોમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને કેન્દ્ર સરકાર સતત રાજ્યો સાથે સંકલનમાં છે. સુરક્ષા એજન્સીઓ તમામ સ્તરે સતર્ક છે.