India Pakistan Attack: S-400 ના પ્રહારથી પાકિસ્તાન ગભરાયું, દેશભરમાં હાઈ એલર્ટ
India Pakistan Attack ભારતના “ઓપરેશન સિંદૂર”માં 9 આતંકી ઠેકાણાઓનો નાશ અને 90 થી વધુ આતંકવાદીઓને ઠાર કર્યા પછી, પાકિસ્તાનમાં ગભરાટ વ્યાપી ગયો છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે જાહેર રીતે લોહીના ટીપા માટે ટીપાનો બદલો લેવાની ધમકી આપી છે, જ્યારે પાકિસ્તાની સેનાને “સ્વતંત્ર બદલાની છૂટ” આપવામાં આવી છે.
ગઈકાલે રાત્રે, પાકિસ્તાને ભારતમાં અનેક શહેરો પર હવાઈ હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. શ્રીનગર, પઠાણકોટ, ભટિંડા, અમૃતસરથી લઈ ભૂજ સુધીના લશ્કરી ઠેકાણાઓ પાકિસ્તાનના લક્ષ્યમાં હતાં. જોકે, ભારતે S-400 સુદર્શન ચક્ર વાયુ સંરક્ષણ મિસાઇલ સિસ્ટમ અને એન્ટી-એરક્રાફ્ટ ગનના સહારે તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા.
સુરક્ષા પરિપ્રેક્ષ્યમાં, આજે રક્ષામંત્રી રાજનાથસિંહે ત્રણેય સેના પ્રમુખો, CDS અને DGMO સાથે તાત્કાલિક બેઠક યોજી. આ બેઠકમાં દેશમાં ચાલતી સુરક્ષા સ્થિતિ અને આગામી જવાબી કાર્યવાહી અંગે ચર્ચા ચાલી રહી છે.
#WATCH | Karnataka | Congress organises Tiranga Yatra from KR Circle to Minsk Square near Chinnaswamy Cricket Stadium in Bengaluru in solidarity with the Indian armed forces amid India-Pakistan tensions. pic.twitter.com/xzljNdGyyq
— ANI (@ANI) May 9, 2025
ગુજરાતમાં પણ એલર્ટ જાહેર કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ રહી છે. સુરક્ષા દળો અને તમામ ઍજન્સીઓને સતર્ક રાખવામાં આવી છે.
દિલ્હી, પંજાબ, યુપી અને રાજસ્થાનમાં પણ હવાઈ હુમલાની સંભાવના વચ્ચે ચંદીગઢ જેવા શહેરોમાં સાયરન વાગાડીને નાગરિકોને ચેતવણી આપવામાં આવી છે.
કોંગ્રેસે પણ સેનાના સન્માનમાં બેંગલુરુમાં તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે, જે દેશભરમાં રાષ્ટ્રવાદી ભાવનાને બળ આપી રહ્યું છે.
ભારતએ પાકિસ્તાની ડ્રોનને ટાર્ગેટ કરવા માટે ઝેડયુ-23, શિલ્કા, એલ-70 જેવી એન્ટી-એરક્રાફ્ટ ગનો ઉપરાંત, આકાશ અને S-400 મિસાઇલ સિસ્ટમનો ઉપયોગ કર્યો છે. હાલની સ્થિતિમાં દેશભરમાં હાઈ એલર્ટ છે અને સેનાની તૈનાતી વધુ મજબૂત બનાવવામાં આવી છે