India Pakistan Ceasefire પાકિસ્તાન જુઠ્ઠાણા ફેલાવે છે – કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું
India Pakistan Ceasefire ઓપરેશન સિંદૂર’ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. ભારતે પાકિસ્તાન પર ભારે જવાબી કાર્યવાહી કરી છે અને તેની નબળાઈઓ સ્પષ્ટ રીતે ઊજાગર કરી છે. કર્નલ સોફિયા કુરેશી દ્વારા જણાવ્યું હતું કે, “ભારતે પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડ્યું છે અને તે ખોટી માહિતી ફેલાવીને દુનિયાને ગેરમાર્ગે દોરવા પ્રયાસ કરે છે.”
શુક્રવાર રાત્રે પાકિસ્તાને ભારતના 26 શહેરોમાં ડ્રોન હુમલાનો પ્રયાસ કર્યો, જેમાં શ્રીનગર એરપોર્ટ અને અવંતીપોરા એરબેઝ સહિતના લક્ષ્યો હતા. પરંતુ ભારતીય સેનાએ 300થી વધુ ટર્કિશ ડ્રોનને નિષ્ફળ બનાવ્યા અને વિસ્ફોટથી પહેલાં જ તટસ્થ કર્યા.
જમ્મુ, પંજાબ, રાજસ્થાન સહિતના સરહદી વિસ્તારોમાં એલર્ટ જાહેર કરીને લોકોને ઘરોમાં રહેવા અને લાઈટો બંધ રાખવા સૂચના અપાઈ. રાત્રે સાયરેનો વગડાયા અને સુરક્ષા દળો ચુસ્ત કાર્યવાહી પર રહ્યા.
સોશિયલ મીડિયા પર કર્નલ કુરેશીએ સ્પષ્ટતા કરી કે પાકિસ્તાને ભારતીય સેનાએ મસ્જિદોને નિશાન બનાવ્યું હોવાનું જુઠ્ઠું પ્રચાર કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતીય સેનાની કાર્યવાહી સંપૂર્ણ રીતે લક્ષ્યાંકિત અને જવાબદાર હતી.
અખિલેશ યાદવે યુદ્ધવિરામ પર પ્રતિભાવ આપતાં કહ્યું કે શાંતિ સર્વોપરી છે પરંતુ ભારતનું સાર્વભૌમત્વ પણ તેટલું જ અગત્યનું છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે વડા પ્રધાનને સર્વપક્ષીય બેઠક બોલાવવા અને સંસદનું વિશેષ સત્ર આયોજિત કરવાની માંગ કરી.
ભૂતપૂર્વ ડીજીપી એસપી વૈદે જણાવ્યું કે યુદ્ધવિરામ યોગ્ય પગલું છે પરંતુ પાકિસ્તાને પોતાની આતંકવાદી નીતિ તાત્કાલિક બંધ કરવી જોઈએ. તેમણે કહ્યું કે ભારતે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે શાંતિ માટે આતંકવાદનો રાસ્તો છોડવો પડશે.