India Pakistan Ceasefire યુદ્ધવિરામ પહેલાં મોટો નિણર્ય: PM મોદીની બેઠક પછી DGMO સ્તરે ભારત-પાકિસ્તાનની મહત્વની ચર્ચા
India Pakistan Ceasefire ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના યુદ્ધવિરામ પછી, શાંતિ જાળવવા માટે બંને દેશો આજે એક મહત્વપૂર્ણ બેઠક કરવા જઈ રહ્યા છે. બપોરે 12 વાગ્યે, ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ્સ ઑફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) હોટલાઇન પર ચર્ચા કરશે.
આ બેઠક પહેલા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી છે, જેમાં CDS (ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ), NSA (નેશનલ સિક્યુરિટી એડવાઈઝર) અને ત્રણેય સેનાના વડાઓ હાજર રહ્યાં છે.
મુલાકાતમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે જેમાં શાંતિ જાળવવાની વ્યૂહરચનાઓ ઉપરાંત, પાકિસ્તાન દ્વારા થતાં યુદ્ધવિરામ ઉલ્લંઘનો પર પણ ભારત તેની ચિંતાઓ રજૂ કરશે.
પીએમ મોદીની બેઠકમાં સીડીએસ અનિલ ચૌહાણ, ત્રણેય સેનાના વડાઓ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ તેમજ એનએસએ અજિત ડોભાલ પણ ભાગ લઈ રહ્યા છે.
DGMO વચ્ચેની વાતચીતમાં શાંતિ જાળવવા, સરહદે તકરાર અટકાવવી અને ફાયરિંગ ઘટનાઓને ટાળવા મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. આ સંવાદ બંને દેશોની સૈન્ય કમાન્ડ માટે મહત્ત્વપૂર્ણ સમાપ્તી બની શકે છે.