India-Taliban Relations: તાલિબાને ફરી એકવાર ભારતના વખાણ કર્યા છે. તાલિબાને અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ અને અન્ય માનવીય મદદ માટે ભારતનો આભાર માન્યો છે.
India-Taliban Relations: ભારત સાથેના ઐતિહાસિક સંબંધોને ટાંકીને દોહામાં તાલિબાનના રાજકીય કાર્યાલયના વડા સુહેલ શાહીને નવેસરથી સહકારની હાકલ કરી છે.
રાજનૈતિક કાર્યાલયના વડા સુહેલ શાહીને ભારતને અફઘાનિસ્તાનમાં અધૂરા પ્રોજેક્ટ પૂરા કરવા અને સ્વાસ્થ્ય ક્ષેત્રે મદદ કરવા કહ્યું છે. આ દરમિયાન તેમણે કહ્યું કે દેશમાં મહિલાઓના અધિકારોને લઈને વધુ કામ કરવામાં આવશે. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનમાં સ્થિતિ એવી નથી જેવી બતાવવામાં આવી રહી છે.
મદદ માટે આભાર કહ્યું
‘ભારત લાંબા સમયથી અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમને મદદ કરી રહ્યું છે. આજે પણ હજારો અફઘાન લોકો ભારતમાં વેપાર કરી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં મહિલાઓની ભૂમિકા અંગે તેમણે કહ્યું કે તાજેતરમાં જ મહિલા ઉદ્યોગ સાહસિકોને 10,000થી વધુ બિઝનેસ લાયસન્સ આપવામાં આવ્યા છે. આ આંકડો ગત સરકાર કરતા વધુ છે.
સુહેલ શાહીને સ્વીકાર્યું છે કે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધને કારણે દેશની અર્થવ્યવસ્થાને અસર થઈ છે. તેમણે કહ્યું, ‘જો અમારા પર કોઈ નિયંત્રણો ન હોત તો અમારો વિકાસ વધુ ઝડપથી થયો હોત.
ભારતે અફઘાનિસ્તાનને ઘણા ક્ષેત્રોમાં મદદ કરી છે
તમને જણાવી દઈએ કે ભારતે અફઘાનિસ્તાનના પુનર્નિર્માણ અને પુનર્વસનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ભારતે અફઘાનિસ્તાનમાં ટેકનિકલ સહયોગ અને ક્ષમતા નિર્માણના ક્ષેત્રમાં પણ રોકાણ કર્યું છે. ભારતે અત્યાર સુધીમાં અફઘાનિસ્તાનને 3 અબજ ડોલરની સહાય આપી છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન આવ્યા બાદ ભારતની મદદમાં ઘટાડો થયો છે. પરંતુ આ પછી પણ, ભારતે અનાજ, દવાઓ, કોવિડ રસી સહિત ઘણી આવશ્યક ચીજવસ્તુઓ સપ્લાય કરી છે.
ભારતે અફઘાનિસ્તાનના ડેલારામ જિલ્લાને ઈરાનની સરહદ સાથે જોડવા માટે ડેલારામ-ઝરંજ હાઈવેના નિર્માણમાં પણ મદદ કરી હતી. આ હાઈવેની મદદથી તાલિબાનોએ થોડા દિવસો પહેલા ખનીજ ભરેલી ટ્રકોને ઈરાનના ચાબહાર બંદરે પહોંચાડી હતી.