TMC સાંસદ નુસરત જહાં રાજનીતિથી વધારે તેના ગ્લેમરસ અવતારને લઇને ચર્ચામાં રહે છે, નુસરત પહેલા તેના હનીમૂનની તસવીરને લઇને ચર્ચામાં હતી. જેમા તે વેસ્ટર્ન લુકમાં નજરે પડી હતી. હાલ તે તેના ઇકો ફ્રેન્ડલી લુકને લઇને ઇન્ટરનેટ છવાઇ ગઇ છે. હાલમાં નુસરતે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમા તે પારંપારિક વેષભૂષામાં જોવા મળી રહી છે.
રસપ્રદ વાત એ છે કે તે પારંપારિક અવતારમાં નુસરત ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરીમાં નહીં પરંતુ રંગ-બેરંગી ફુલોના આભૂષણોમાં જોવા મળી રહી છે. ઇકો ફ્રેન્ડલી લુકમાં નુસરત ખૂબ આકર્ષક લાગી રહી છે. તેની આ તસવીરો ઇન્ટરનેટ પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ગોલ્ડન બોર્ડર વાળી ગ્રીન કલરની સાડી તેમજ વ્હાઇટ અને રેડ કલરના ફુલોથી બનેલો માંગ ટીકો અને માળા પહેરીને પોતાને પૂર્ણ રીતે ઇકો-ફ્રેન્ડલી લુકમાં સુંદર લાગી રહી છે.