ભારતમાં વધી રહેલા ગર્ભપાતના કિસ્સા જોતા 2030 સુધીમાં દિકરીઓના જન્મના આંકડામાં લગભગ 68 લાખનો ઘટાડો થશે. જેમાં સૌથી વધુ ઘટાડો ઉત્તર પ્રદેશમાં જોવા મળશે. એક સંશોધનમાં સામે આવ્યુ છે કે, ભારતમાં પ્રસવ પહેલા લિંગ પસંદગી અને સાંસ્કૃતિક રીતે દિકરાના જન્મને પ્રાથમિકતા આપવાના કારણે 1970ના દાયકાથી જ લૈંગિક અસમાનતા રહી છે. શોધકર્તાઓએ જણાવ્યુ છે કે, આવી રીતે અસંતુલનથી પ્રભાવિત અન્ય દેશોની સરખામણીએ ભારત અને અન્ય દેશોમાં અલગ અલગ છે.
હાલમાં જ પ્રકાશિત થયેલા આ સંશોધનમાં દિકરીઓના જન્મમાં સૌથી મોટો ઘટાડો ઉત્તર પ્રદેશમાં સામે આવ્યો છે. જ્યાં 2017થી લઈને 2030 સુધીમાં 20 લાખ દિકરીયુ ઓછી જન્મશે. જ્યારે સમૂળગા ભારતમાં 2017થી 2030 સુધીમાં 68 લાખ દિકરીયુંના જન્મ ઓછા થશે. શોધકર્તાએ જણાવ્યુ છે કે, 2017થી 2025ની વચ્ચે દર વર્ષે સરેરાશ 4,69,000 ઓછી દિકરીયુના જન્મ થયા છે. તો વળી 2026થી 2030ની વચ્ચે આ સંખ્યા પ્રતિવર્ષ લગભગ 5,19,000 થઈ જશે. ભારતમાં 1994માં ગર્ભપાત અને પ્રસવ પહેલાના લૈંગિક ટેસ્ટ પર પ્રતિબંધ લગાવી દીધી હતી.