વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે ભારતની એર સ્ટ્રાઈકના જવાબમાં પાકિસ્તાન દ્વાર એક્શન લેવામાં આવ્યા અને આજે સવારે ભારતીય સીમામાં પાકિસ્તાને એર સ્ટ્રાઈક કરી. ભારતે પાકિસ્તાને આક્રમક જવાબ આપ્યો છે અને તેના લડાકુ વિમાનને તોડી પાડ્યું છે.
તેમણે કહ્યું કે આ લશ્કરી કાર્યવાહીમાં ભારતનું એક મીગ વિમાન ધ્વસ્ત થયું છે અને પાયલોટ લાપતા છે. પાકિસ્તાનનો દાવો છે કે ભારતીય પાયલોટ તેમની હિરાસતમાં છે. ભારત આ અંગે તપાસ કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયની પ્રેસ બ્રીફીંગમાં રવિશકુમારની સાથે એર વાઈસ માર્શલ આર.જી.કપૂર પણ ઉપસ્થિત રહ્યા હતા.
ભારત દ્વારા પીઓકેમાં જૈશે મહોમ્મદના આતંકી અડ્ડાઓને તબાહ કરવામાં આવ્યા બાદ આજે સવારે પાકિસ્તાન દ્વારા ભારતીય સીમામાં ઘૂસવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભારતે પાકિસ્તાનના વિમાને ઉભી પૂંછડીએ ભગાડ્યા હતા.