અમેરિકામાં ભારતનાં રાજદૂત હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું કે કાશ્મીરમાં આર્ટિકલ 370 સમાપ્ત કરવાથી કાશ્મીરનાં સામાન્ય લોકોને લાભ મળશે. તેમણે કહ્યું કે અમેરિકી મીડિયાનો એક વર્ગ કાશ્મીરને લઇને સાચી છબી નથી દર્શાવી રહ્યું. શ્રૃંગલાએ કહ્યું કે યુ.એસ. મીડિયાનો એક વર્ગ ખાસ કરીને ઉદાર વર્ગ કાશ્મીર પર એકપક્ષીય ચિત્ર બતાવી રહ્યો છે અને આવું તે પક્ષોના ઇશારે કરવામાં આવી રહ્યું છે જે ભારતીય હિતો વિરુદ્ધ કામ કરી રહ્યાં છે. અહીં એક વર્ગ ભારત વિરોધી એજન્ડાને પ્રસ્તુત કરી રહ્યો છે.
એક ઇન્ટરવ્યુમાં આ ભારતીય રાજદ્વારીએ આર્ટિકલ 37૦ ને જમ્મુ-કાશ્મીરન માટે અરાજકતાની જોગવાઈ ગણાવી. તેમણે કહ્યું કે આ જોગવાઈ અહીંનાં અર્થતંત્રને ગૂંગળાવી રહી હતી અને પાકિસ્તાની આતંકવાદને વેગ આપી રહી હતી. તેમણે કહ્યું કે દુર્ભાગ્યવશ યુ.એસ.ના માધ્યમોએ આ પરિર્દશ્યને સામે લાવવાનાં વિકલ્પને પસંદ ન કર્યો. તેમણે કહ્યું કે કાશ્મીરનું એક તરફી ચિત્રણ કરવામાં આવી રહ્યું છે.
શ્રૃંગલાએ કહ્યું કે તેમણે અને અહીંના ભારતીય દૂતાવાસે ભારત વિશેનાં તથ્યો બાબતે કોંગ્રેસનાં સભ્યો, સેનેટરો અને થિંક ટેન્કનો સંપર્ક બનાવવા માટે એક વિશાળ અભિયાન શરૂ કર્યું છે. ભારતીય રાજદૂતના જણાવ્યા મુજબ કાશ્મીરમાં તાજેતરના બદલાવથી વાતાવરણમાં સુધારો થશે અને આ પગલું જમ્મુ-કાશ્મીરના લોકોના હિતમાં હશે. તેમણે કહ્યું કે આનાથી રાજ્યની જનતાને તેમના હકો મેળવવામાં મદદ મળશે કે જનાથી તેઓ દાયકાઓ સુધી વંચિત રહ્યા હતાં. તેમણે કહ્યું કે આ વિચાર સાથે અમે લોકોને ખુલ્લા પાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે શ્રૃંગલાએ ગયા અઠવાડિયે યૂટ્યુબ પર એક વીડિઓ પોસ્ટ કર્યો હતો જેમાં જમ્મુ-કાશ્મીરની સ્થિતિમાં પરિવર્તનના વાસ્તવિક કારણો પર પ્રકાશ પાડ્યો હતો.