ભારતીય સેના સતત પોતાનો તાકાતનો પરચો અાપતી રહે છે. વિશ્વના દેશોમાં પણ ભારતીય સેનાને તેની તાકાતના કારણે અાદરભાવથી જોવામાં અાવે છે.ભારતીય સેનામાં ટૂંક સમયમાં 6500 સ્નાઇપર રાઇફલ, 17 હજાર LMG ખરીદવામાં અાવશે.
પાકિસ્તાન તરફથી સતત સિઝફાયરનું ઉલ્લંઘન કરતા ભારતના સંરક્ષણ મંત્રાલયે એક નવા પ્રસ્તાવને તૈયાર કર્યો છે. આ પ્રસ્તાવ હેઠળ સરહદે શસ્ત્રવિરામ ભંગ વખતે પાકિસ્તાનને જવાબ આપવામાં સૌથી વધુ કારગર નિવડે તેવા 17 હજાર લાઈટ મશીન ગન અને 6500 સ્નાઈપર રાઈફલની કરીદી કરવામાં આવશે. આની પાછળ સરકાર બે હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે.
મહત્વપૂર્ણ છે કે ગત કેટલાક દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં ઘણાં આતંકવાદી હુમલા થયા છે. જમ્મુના સુંજવાન, શ્રીનગરના સીઆરપીએફ અને શોપિયાંમાં આતંકવાદી હુમલાની ઘટનાઓ બની છે. સુંજવાનમાં છ અને શ્રીનગરમાં એક જવાન આતંકી હુમલામાં શહીદ થયા છે.
ત્યારે ભારતીય સેનાની તાકાતમાં વધારો કરાશે.