ભૂટાનમાં ભારતીય સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું, જેમાં બે પાયલટ શહીદ થયા છે. શહીદ થનારા પાયલટમાં એક ભારતીય સેનાનો પાયલટ છે. આજે ભૂટાનમાં ભારતીય સેનાનું ચીતા હેલિકોપ્ટર ક્રેશ થયું જેમાં સવાર બંન્ને પાયલટ શહીદ થયા છે. દુર્ઘટનામાં શહીદ થનારા ભારતીય પાયલટ લેફ્ટિનેંટ કર્નલ રેંકના હતા જ્યારે બીજા ભૂટાનની સેનાના પાયલટ હતા અને તે ભારતીય સેના સાથે ટ્રેનિંગ પર હતા.
ખેંટોગમની હિલ સ્થિત તાશીગંગા પહાડી પાસે યોનફુલામાં આ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું. ભારતીય સેનાનું આ હેલિકોપ્ટર દુર્ઘટના વખતે યોનફુલા પાસે ઉતરવાની કોશિશ કરી રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના ઘટી. આ પહેલા ગત સોમવારે પણ ઉત્તરાખંડના કેદારનાથમાં એક હેલિકોપ્ટર દુર્ઘટનાનું શિકાર બન્યું હતું. લેંન્ડિંગ સમયે આ હેલિકોપ્ટરનું સંતુલન બગડી ગયું હતું.