Indian Navy Test MIGM ભારતની દરિયાઈ સુરક્ષા મજબૂત: નૌકાદળ અને DRDO દ્વારા ખતરનાક મલ્ટી-ઇન્ફ્લુઅન્સ ગ્રાઉન્ડ માઇનનું સફળ પરીક્ષણ
Indian Navy Test MIGM ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે ભારતે સમુદ્ર માટે એક વધુ મહત્વપૂર્ણ રક્ષણાત્મક હથિયાર વિકસાવ્યું છે. DRDO અને ભારતીય નૌકાદળે સ્વદેશી મલ્ટી-ઇન્ફ્લુઅન્સ ગ્રાઉન્ડ માઇન (MIGM) નું સફળ પરીક્ષણ કર્યું છે. આ માઇન સમુદ્રની અંદર રાખવામાં આવે છે અને દુશ્મનના જહાજો અથવા સબમરીનના નજીક આવતા જ વિસ્ફોટ કરી શકે છે.
આ ખાણ લડાયક નૌકાઓ સામે અસરકારક છે પરંતુ સ્ટીલ્થ ટેકનોલોજી ધરાવતા આધુનિક જહાજો સામે પણ અત્યંત ખતરનાક સાબિત થઈ શકે છે. આ હથિયાર ભારત ડાયનેમિક્સ લિમિટેડ (વિશાખાપટ્ટનમ) અને એપોલો માઇક્રોસિસ્ટમ્સ લિમિટેડ (હૈદરાબાદ) સાથેના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે. એનું વ્યાપક રીતે ઉત્પાદન શરૂ થવા જઈ રહ્યું છે.
The @DRDO_India and @indiannavy successfully undertook combat firing (with reduced explosive) of the indigenously designed and developed Multi-Influence Ground Mine (MIGM).
Raksha Mantri Shri @rajnathsingh has complimented DRDO, Indian Navy and the Industry on this… pic.twitter.com/pOvynpBcr5— रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) May 5, 2025
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે DRDO, નૌકાદળ અને સમગ્ર રક્ષણ ઉદ્યોગને અભિનંદન આપતા જણાવ્યું કે આ સિસ્ટમ ભારતની દરિયાઈ લડાઈ ક્ષમતાને નવો બળ આપશે. DRDOના અધ્યક્ષ ડૉ. સમીર વી. કામતે જણાવ્યુ કે આ સિસ્ટમ હવે ભારતીય નૌકાદળમાં સમાવેશ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ આવતા 48 કલાકમાં INS સુરત પરથી મિસાઇલ પરીક્ષણ પણ થયું હતું. હવે નૌકાદળે આ સ્વદેશી ખાણના સફળ પરીક્ષણથી ત્રીજી મોટી સિદ્ધિ હાંસલ કરી છે. નૌકાદળે જણાવ્યું કે તેમનો મિસાઇલ વિનાશક INS સુરતે સમુદ્રમાં સ્થિત લક્ષ્ય પર સચોટ હિટ કરી સફળતા મેળવી છે.
આ તમામ વિકાસો દેશની દરિયાઈ સરહદોની રક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત હવે સમુદ્રની અંદર પણ તેનો દબદબો સ્થાપિત કરવા માટે તૈયાર છે અને આ પ્રકારના હથિયારો ભારતીય નૌકાદળની આધુનિકતાની દિશામાં મોટો પગથિયું સાબિત થશે.