જમ્મુ કાશ્મીરના રાજૌરી અને પૂંછમાં પાકિસ્તાનના ફાયરીંગ સામે વળતો જવાબ અાપતા ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાના 5 સૈનિકોનો ખાતમો બોલાવ્યો હતો.એટલું જ નહીં પરંતુ પાકિસ્તાની બંકરોને પણ મોટાપાયે નુકશાન પહોચાડ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ગોળીબારીમાં 20 પાકિસ્તાની નાગરિક પણ ઘાયલ થયા છે.
સોમવારે મોડી રાત સુધી ચાલેલા ફાયરિંગમાં પાકિસ્તાની વિસ્તારમાં ઘણું નુકશાન થયું છે. છેલ્લા ત્રણ દિવસથી પાકિસ્તાન તરફથી પૂંછના શાહપુર, કેરની, કસ્બા, ખડી કરમાળા અને કેજી સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હતું.
પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી ફાયરિંગમાં ભારતીય સુરક્ષાબળોને કોઈ નુકશાન થયું નથી. સેનાના સૂત્રો તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર ભારતે જવાબી કાર્યવાહી કરતા મેંઢર સેક્ટરમાં બીજી તરફ આવેલી પાકિસ્તાનની ત્રણ પોસ્ટને બરબાદ કરી નાખી હતી. જેમાં પાકિસ્તાન સેનાના ચાર સૈનિક માર્યા ગયા અને કેટલાક ઘાયલ થયા હતા.