પ્રજાસત્તાક દિવસ પહેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે.પોલીસે સિમી અને ઈન્ડિયન મુજાહિદ્દીનના સૌથી ખતરનાક વોન્ટેડ આતંકવાદી અબ્દુલ સુભાન કુરેશીની ધરપકડ કરી છે.
2008માં શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં કુરેશી મુખ્ય માસ્ટર માઇન્ડ છે. તેને ભારતનો બિન લાદેન પણ કહેવામાં આવે છે. ગુપ્તચર એજન્સીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા આતંકવાદી હુમલાની ચેતવણીના આધારે, દિલ્હી પોલીસ સતત છાપા મારી રહી છે. દરમિયાન, ગુપ્તચર એજન્સીને માહિતી મળી હતી કે ગુજરાત સીરીયલ બ્લાસ્ટનો માસ્ટર માઇન્ડ અબ્દુલ સુભાન કુરેશી દિલ્હીમાં હાજર છે.તે પ્રજાસત્તાક દિન પર દિલ્હીને ધમરોળવાની યોજના બનાવવાની પ્રક્રિયામાં હતો.
કુખ્યાત અબ્દુલ સુભાન કુરેશી ઉર્ફે તોકિર, ભારતનો લાદેનના નામે અોળખાય છે, વ્યવસાયે તે ઇજનેર છે. તે બોમ્બ બનાવવામા માસ્ટર છે.સુરક્ષા એજન્સીઓ 11 મી જુલાઇ, 2006ના રોજ મુંબઇમાં એક ટ્રેન બ્લાસ્ટમાં તેની તપાસ કરી રહી હતી. આ ઉપરાંત, દિલ્હી, બેંગ્લોર અને અમદાવાદમાં પણ વિસ્ફોટોમાં તેનો હાથ છે. ઇન્ડિયન મુજાહિદ્દીનના ઑનલાઇન કાર્ય તે જ સંભાળે છે.
વર્ષ 1999 અને 2000 દરમિયાન આતંકવાદી પ્રવૃત્તિઓમાં તોકિરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હવે તેની ધરપકડ કરવામાં આવી છે. નોંધપાત્ર છે કે 26 મી જુલાઈ, 2008 ના રોજ ગુજરાતની રાજધાની અમદાવાદમાં 19 સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. તેમાં 56 વ્યક્તિઓ માર્યા ગયા હતા અને 238 ઘાયલ થયા હતા.ઇન્ડિયન મુજાહિદ્દીને બોમ્બ બ્લાસ્ટ માટે જવાબદારી લીધી હતી. આ કેસમાં 78 આરોપીઓ છે અને 35 એફઆઈઆર નોંધાયેલ છે.અબ્દુલ સુભાન કુરેશીને આ સીરીયલ વિસ્ફોટનો માસ્ટરમાઇન્ડ ગણવામાં આવે છે.