ભારત-પાકિસ્તાનની વચ્ચે 778 કિલો લાંબી નિયંત્રણ રેખા અને 198 કિ.મી. આંતરરાષ્ટ્રીય સીમા પર વર્ષ 2016ના સપ્ટેમ્બર મહિનામાં સર્જીકલ સ્ટ્રાઇક પછી તણાવ સતત વધી રહ્યો છે.નાપાક પાકે નિયંત્રણ રેખા પર 2017માં 860 વાર સીમા પારથી સીઝફાયર ઉલ્લંઘન કર્યુ.
જો કે, જમ્મૂ-કાશ્મીરના રાજૌરી જીલ્લામાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાન દ્વારા ભારે ગોળાબારીમાં ચાર સૈનિકો શહીદ થયા બાદ સૈન્યએ પાકિસ્તાન સામે મોટી કાર્યવાહીની સૂચનાઓ આપી હતી.છેલ્લા 15 વર્ષમા પાકિસ્તાન દ્વારા સીઝફાયર ઉલ્લંઘનના આંકડાઓ પર નજર કરતાં આ સંખ્યા સૌથી વધારે છે. આર્મી ચીફ જનરલ બીપીન રાવત કહે છે, ‘પાકિસ્તાન આર્મીને સીઝફાયર ઉલ્લંઘનમાં અમારી અપેક્ષા કરતા ત્રણ-ચાર ગણુ વધુ નુકસાન થયું છે.
ભારતે વળતી કાર્યવાહી કરી પાકિસ્તાનને સીઝફાયર ઉલ્લંઘનનો જવાબ અાપ્યો છે.