આફ્રિકન સ્વાઇન ફિવરને કારણે ડુક્કરનાં માંસ(પોક)ની કીંમતોમાં જોવા મળેલા વધારાને કારણે ઓક્ટોબર મહિનામાં ચીનનો ફુગાવો વધીને ૩.૮ ટકા રહ્યો છે. જે છેલ્લાં આઠ વર્ષનો સૌથી ઉંચુ સ્તર છે. નેશનલ બ્યુરો ઓફ સ્ટેસ્ટિક્સ(એનબીએસ)ના જણાવ્યા અનુસાર ઓક્ટોબરમાં ચીનનો ફુગાવો વધીને ૩.૮ ટકા રહ્યો છે. જે સપ્ટેમ્બરમાં ૩ ટકા હતો. જે જોન્યુઆરી, ૨૦૧૨ પછીનો સૌથી ઉંચો દર છે. ફુગાવાના આંકડા જાહેર થયા તે પહેલા બ્લૂમબર્ગ ન્યૂઝના નિષ્ણાતોએ ફુગાવો ૩.૪ ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. એનબીએસના જણાવ્યા અનુસાર છેલ્લા એક વર્ષમાં ડુક્કરના માંસના ભાવ ડબલ થઇ ગયા છે.
ઓગસ્ટ, ૨૦૧૮માં આફ્રિકન સ્વાઇન ફિવર ફેલાવવાથી ૧૦ લાખથી વધુ ડુક્કરોને મારી નાખવામાં આવ્યા હતાં. જેના કારણે અન્ય પ્રાણીઓના માસના ભાવ વધી ગયા હતાં કારણકે ડુક્કરનું માંસ ન મળતા લોકો મરઘી, બતક અને ઇંડા તરફ વળ્યા હતાં. જેના કારણે ભાવ સંતુલિત રાખવા સરકારને હસ્તક્ષેપ કરવો પડયો હતો. ઉલ્લેખનીય છે કે ચીનમાં ૧૯૮૯માં ફુગાવાનો દર ૧૮.૨૫ ટકા થઇ ગયો હતો જેના કારણે મોટા પ્રમાણમાં દેખાવો થયા હતા.