વર્તમાન સમયમાં દરેક લોકો પોતાના રોકાણને ડબલ કરવા માગે છે. કોઈ ઈચ્છે છે કે, તેમના પૈસા ડબલ થઈ જાય, પરંતુ તે માટે સાચી સ્કીમ અને સાચી જગ્યાએ રોકાણ કરવું જરૂરી છે. જો તમે પણ પોતાના પૈસાને ગેરંટી ડબલ કરવા માગો છો તો તમે પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજનામાં રોકાણ કરી શકો છો. કિસાન વિકાસ પત્ર યોજનામાં રોકાણ કરવા પર શ્રેષ્ઠ રિટર્નની ગેરંટી મળે છે.
6.9% ના દરથી મળે છે વ્યાજ
કિસાન વિકાસ પત્ર યોજનામાં તમારુ રોકાણ 124 મહીનામાં ડબલ થઈ જશે. વર્ષ 2021ની બીજી ત્રિમાસીક એટલે કે, 30 સપ્ટેમ્બર સુધી તેનુ વ્યાજ દર 6.9 ટકા નક્કી કરવામાં આવ્યુ છે. જો તમે આ યોજનામાં એકમુશ્ત 1 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો, તમને મેચ્યોરિટી પર 2 લાખ રૂપિયામાં રિટર્ન મળશે.
મળે છે ઘણી સુવિધ
કિસાન વિકાસ પત્ર યોજનામાં તમને ઘણી સુવિધાઓ મળે છે. તમે તેને 2.5 વર્ષ બાદ રિટર્ન કરી શકો છો. તે સિવાય આ યોજનાને બીજી પોસ્ટ ઓફિસમાં પણ ટ્રાંસફર કરી શકાય છે. કિસાન વિકાસ પત્ર યોજનામાં નોમિનેશનની પણ સુવિધા આપવામાં આવે છે.
કોણ કરી શકે છે રોકાણ
18 વર્ષ બાદ કોઈ ભારતીય કિસાન વિકાસ પત્ર યોજનામાં રોકાણ કરી શકે છે. ખાસ વાત એ છે કે, આ યોજનામાં તમને સિંગલ એકાઉન્ટ અને જોઈન્ટ એકાઉન્ટની પણ સુવિધા મળે છે. જોકે, આ યોજનામાં નાબાલિગ પણ અરજી કરી શકે છે, પરંતુ તેમની દેખરેખ અભિભાવકને કરવાની હશે.
સર્ટિફિકેટના રૂપમાં થાય છે રોકાણ
કિસાન વિકાસ પત્ર (KVP) માં 1000 રૂપિયા, 5000, 10,000 રૂપિયા અને 50,000 રૂપિયા સુધીનાં પ્રમાણપત્રો છે, જે ખરીદી શકાય છે.