વિશ્વની ટોચની મોબાઈલ ઉત્પાદક કંપની એપલ તેના ફ્લેગશીપ પ્રોડકટ iPhone XRનું ઉત્પાદન ભારતમાં કરી રહી રહી છે. દેશમાં મોબાઈલ ઉત્પાદન ક્ષમતા વધારવાની અને નિકાસમાં અગ્રીમતા મેળવવાની સરકારની પોલિસી અપર એપલ ખાસ ધ્યાન આપી રહી છે અને તેને પગલે જ iPhone XRનું ભારતમાં ઉત્પાદન શરૂ કર્યું છે.
સૂચના અને પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદે એક નિવેદનમાં કહ્યું કે સાલકોમ્પે ચેન્નાઈ સેઝની નોકિયાની બંધ થયેલ ફેકટરી ખરીદવાનો નિર્ણય કર્યો છે. સાલ્કોમ એપલને iPhone માટે ચાર્જર સપ્લાય કરે છે. અંદાજે 10 વર્ષ સુધી બંધ પડેલ આ પ્લાન્ટને ફરી શરૂ કરવામાં આવશે અને માર્ચ, 2020થી આ યુનિટ કાર્યરત થશે.આગામી પાંચ વર્ષમાં આ પ્લાન્ટ પાછળ કંપની અંદાજે 2000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. અંદાજે 10,000 લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કુલ 50,000 લોકોને રોજગારી માત્ર આ યુનિટથી મળવાની આશા પ્રસાદે વ્યકત કરી હતી. આ સિવાય મોબાઈલ અને અન્ય સંબંધિત કોમ્પોનેન્ટસનું કુલ એક્સપોર્ટ વર્ષ 2019-20માં 1.6 અબજ ડોલરના આંકને વટાવશે,તેવો આશાવાદ તેમણે વ્યકત કર્યો હતો.