BCCIના જણાવ્યા મુજબ IPL 2020 માટે ભારત સરકારની મંજૂરી મળી ગઈ છે. આઈપીએલની ફાઇનલ મેચનું શેડ્યૂલ પણ નક્કિ થઈ ગયું છે. હવે આ ટુર્નામેન્ટ 19 સપ્ટેમ્બરથી 10 નંવેમ્બર 2020 સુધી UAEમાં રમાશે. ઉપરાંત મહિલાઓની આઈપીએલ પણ રમાશે
. IPLના દરેક પ્રાયોજક યથાવત છે. જેનો અર્થ છે કે આઈપીએલના મુખ્ય પ્રાયોજક તરીકે ચીની સ્પોન્સર વીવો પણ યથાવત રહેશે. આપને જણાવી દઈએ કે ક્રિકેટની આ સૌથી મોટી ટુર્નામેન્ટમાંથી એક, આઈપીએલ 2020 19મી સપ્ટેમ્બરથી શરૂ થશે અને 53 દિવસ સુધી ચાલશે. આઈપીએલની ફાઈનલ મેચ 10 નવેમ્બરે રમાશે. જેથી દર્શકોને દિવાળીના સપ્તાહની મજા મળશે. બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે આ વખતે આઈપીએલના 10 ડબર હેડર(એક દિવસમાં બે મેચ) મુકાબલા રમાશે.