Indian Railway યાત્રા દરમિયાન ઘણીવાર યાત્રીઓને કોઇ સમસ્યાનો સામનો કરવો પડે છે. ટ્રેનમાં કોઇ મુસાફર સાફ-સફાઇને લઇને પરેશાન થાય છે તો કોઇ ખાન-પાનને લઇને સવાલ કરે છે. આ ઉપરાંત મોટાભાગે ટ્રેનમાં મહિલાઓ કોઇના અભદ્ર વ્યવહારનો સામનો કરે છે પરંતુ તે સમયે તે ફરિયાદ કરવાના બદલે ઇગ્નોર કરે છે.જો કે ઘણીવાર મામલો ઘણો આગળ વધી જાય છે. તેવામાં આ તમામ સમસ્યાઓ માટે ભારતીય રેલવે એક મોટુ પગલુ પહેલા જ લઇ ચુકી છે. જ્યાં પેસેન્જર્સ રેલ યાત્રા સાથે સંબંધિત તમામ પ્રકારની ફરિયાદ કરી શકે છે. જો કે તેના વિશે ઘણાં ઓછા યાત્રીઓ પાસે જાણકારી છે. અમે અહીં તમને જણાવી રહ્યાં છીએ કે યાત્રામાં તમે કેવી રીતે તમારી પરેશાનીઓથી છૂટકારો મેળવી શકો છો.ભારતીય રેલવે પોતાના યાત્રીઓને હવે તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં સક્ષમ છે. જો તમારી પાસે સ્માર્ટફોન અને ઇન્ટરનેટ હોય તો તમે તમારી ફરિયાદ રેલવેના કોઇ અધિકારી સુધી સરળતાથી પહોંચાડી શકો છો. રેલવે યાત્રીઓની સમસ્યાને ધ્યાનમાં લેતા 2019માં રેલ મદદ એપને લોન્ચ કરી ચુકી છે. આ એપને તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો.યાત્રીને રેલ મદદ પર ફરિયાદ નોંધાવવા માટે ઓનલાઇન એક ફોર્મ ભરવાનું છે જેમાં તમારે ફરિયાદ સંબંધિત ડિટેલ, ઘટનાની તારીખ, કર્મચારીનું નામ, ઘટનાસ્થળ વિશે ડિટેલ આપવાની રહેશે. ફોર્મમાં પર્સનલ ડિટેલ્સ, જેવી કે નામ, મોબાઇલ નંબર, ઇ-મેલ, સરમાનુ પણ આપવુ જરૂરી છે. રેલ મદદ એપથી રેલ યાત્રીઓની પરેશાનીનું તાત્કાલિકધોરણે સમાધાન થશે. આ ઉપરાંત આ એપમાં 138થી લઇને તમામ હેલ્પલાઇન સર્વિસ જોડાયેલી છે. તેમાં આવતી ફરિયાદો સીધી બોર્ડ સુધી જાય છે અને ત્યાંથી મંડળ કાર્યાલય મોકલીને મદદ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.