ભારતીય રેલવે કેટરિંગ અને પર્યટન નિગમ મહિલા મુસાફરોને રક્ષાબંધન પર ખાસ કેશ બેક ઓફર આપશે. લખનૌ-દિલ્હી અને અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસમાં આ ઓફર આપવામાં આવશે. IRCTC આગામી તહેવારોમાં પ્રીમિયમ પેસેન્જર ટ્રેનોના મુસાફરો માટે વધુ આકર્ષક મુસાફરી ઓફર શરૂ કરવાની યોજના બનાવી રહી છે.
IRCTC ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, 15 ઓગસ્ટથી 24 ઓગસ્ટ, 2021 દરમિયાન તેજસ બે પ્રીમિયમ ટ્રેનોમાં મુસાફરી કરતી તમામ મહિલા મુસાફરોને રક્ષાબંધન પ્રસંગે ટ્રેન ભાડામાં 5% ની ખાસ કેશ બેક ઓફર આપવામાં આવશે.
કેશ બેક ઓફર ફક્ત આપેલ સમયગાળા દરમિયાન કરવામાં આવેલી યાત્રાઓ માટે લાગુ પડશે. આ સમયગાળા દરમિયાન મહિલાઓ ગમે તેટલી વખત મુસાફરી કરી શકે છે. કેશ બેક ઓફર એ જ ખાતામાં જમા થશે જેના દ્વારા ટિકિટ બુક કરવામાં આવી છે. કેશબેક ઓફર મહિલા મુસાફરો માટે પણ લાગુ પડશે જેમણે ઓફર લોંચ પહેલા જ ઉપરોક્ત મુસાફરીના સમયગાળા માટે તેમની ટિકિટ બુક કરાવી લીધી છે.
તેજસ એક્સપ્રેસ લખનૌ-દિલ્હી-લખનૌ (ટ્રેન નં. 82501/02) અને અમદાવાદ-મુંબઈ-અમદાવાદ અને (ટ્રેન નં. 82901/02) રૂટ પર ચાલે છે. તમામ મુસાફરોના આરોગ્ય અને સલામતી પ્રોટોકોલને અનુસરીને, તેની બે પ્રીમિયમ પેસેન્જર ટ્રેનો 7 ઓગસ્ટથી ફરી શરૂ કરવામાં આવી છે. IRCTC હાલમાં તેજસ ટ્રેન સપ્તાહમાં ચાર દિવસ એટલે કે શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારે ચલાવે છે.