આપણામાંથી ઘણા એવા લોકો હોય છે જેની પોતાનાથી જ વાત કરવાની આદત હોય છે. ક્યારેક આપણે કોઇ વિષય અંગે વિચારીએ છીએ તો પોતાનાથી જ સવાલ-જવાબ કરવા લાગીએ છીએ. પરંતુ કેટલાક લોકોને પોતાનાથી વાત કરતા હોય છે. ક્યારેક તમે કેટલાક લોકોમાં નોટિસ કર્યું હશે કે તે પોતાની અંદર જ કંઇક બબડ્યા કરે છે. એવામાં જોવા મળતા આ એબનોર્મલિટી કે ગાડપણની નિશાની લાગી શકે છે. પરંતુ શુ તમે ખરેખર આ જાણવાની કોશિશ કરી છે કે પોતાનીથી વાત કરવી નોર્મલ કે એબનોર્મલ છે?
શુ પોતાનાથી વાત કરવી માનસિક બીમારીની નિશાની છે?
અમેરિકાના ડૉક્ટરનું માનવું છે કે આ બિલકુલ નોર્મલ છે. પોતાનાથી વાત કરવાની આદત માનસિક બીમારી કે એબનોર્મલિટીની નિશાની નથી, હકીકત તો એવી છે કે આપણે પોતાનાથી વાત કરીએ છીએ, જ્યારે આપણે સાર્વજનિક રીતે પોતાનાથી જોર-જોરથી વાત કરવા લાગીએ છીએ। ત્યારે અજીબ લાગે છે. પરંતુ આપણે મનમાંને મનમાં પોતાનાથી વાત કરીએ છીએ.
હવે ઉદાહરણ માટે જ્યારે તમે રોજ સવારે ઘરથી નીકળો ચો તો પોતાને પૂછો છો કે તમે જરૂરી દરેક વસ્તુ જેમ કે, ચાવી, બેગ, લંચ, રૂમાલ સહિતની વસ્તુઓ યોગ્ય રીતે મૂકી છે કે નહીં. જ્યારે ઓફિસથી ઘરે જઇ રહ્યા હોવ તો ત્યારે ઓફિસમાં બોસની ચિકચિક યાદ કરીને પોતાનાથી વાત નથી કરતા?
પોતાનાથી વાત કરવાથી થતા ફાયદા
પોતાનાથી વાત કરવાની આદત હેલ્ધી હોવાની સાથે-સાથે મદદગાર પણ હોય છે, આપણા ખરાબ સમયમાં આપણે સૌથી વધારે પોતાનાથી વાત કરીએ છીએ. પોતાને મોટીવેટ કરીએ છીએ.
– રોજની કેટલીક સમસ્યા હોય છે જેને દૂર કરવા પોતાનાથી વાત કરવી જોઇએ.
– જ્યારે કોઇ વસ્તુ કે વાતને લઇને નર્વસ થઇ જઇએ છીએ તો પોતાનાથી વાત કરો. રિસર્ચમાં વાત સામે આવી છે કે આવા સમયમાં પોતાનાથી વાત કરીએ આપણે તે ડર અને નર્વસનેસ દૂર કરવામાં કામયાબ રહીએ છીએ.
– પોતાથી વાત કરવાની આદત છે તો પરેશના થવાની જરૂર નથી. પરંતુ તેનાથી તણાવ ઓછો થાય છે.
પોતાનાથી વાત કરવાથી કોઇ ખતરો?
કેટલાક મામલામાં લોકો પાગલ થઇ જાય છે. પરંતુ આવું ઓછું હોય છે. એવા લોકો પોતાનાથી વાત કરીને પોતાને જ નુકસાન પહોંચાડે છે.