પાકિસ્તાનના પીએમ ઈમારાન ખાનના ઓફિસનો પાવર સપ્લાય બંધ થવાનો છે. તેનવા સચિવાલયે આટલું બિલ બાકી રાખ્યું છે કે વિજળી વિભાગના કર્મચારીઓએ તેમને ઘમકી આપવાનો વારો આવ્યો છે કે, વિજળીનું બિલ ભરો નહીં તો વિજળી કાપી જઈશું. હકિકતે, ઈસ્લાબાદ ઈલેક્ટ્રિકલ સપ્લાઈ કંપનીએ ઈસ્લામાબાદ સચિવાલયને નોટિસ પાઠવી છે. નોટિસ શું છે? જાણકારી મળી આવી છે કે તે નોટિસમાં લખ્યું છે કે વિજળીનું બિલ ભરો નહીં તો વિજળી કાપી દેવામાં આવશે. તમારું મહિનાઓનું બિલ બાકી છે અને તમે પેમેન્ટ નથી કર્યું.
વિજળી કંપનીના કર્મચારીએ પાક મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, ‘સચિવાલયની સાથે આ સમસ્યા વર્ષો જુની છે. જો બાકી બિલની ચુકવણી ન થઈ તો અમે વિજળી કાપી જઈશું.’
સૂત્રોની માનવામાં આવે તો ઈમરાના સચિવાલયનું 41 લાખ રૂપિયાનું બિલ બાકી છે. ગયા અમુક વર્ષોમાં પાકિસ્તાનમાં ગરમીના દિવસોમાં વિજળીની કપાત વધી છે અને ભારત જ નહીં પાકિસ્તાનમાં પણ મંદી ખૂબ ઝડપથી ઘર કરી રહી છે. વિજળીનો મોટો રોલ છે. વિજળી ન હોવાના કારણે નાના ઉદ્યોગોના બંધ થવાની ખબરો આવે છે.
પાકિસ્તાનમાં સરકારનું નુકશાન વધ્યું છે અને પૈસાની પણ કમી આવી છે. ચૂંટણી પ્રચાર સમયે ઈમરાન ખાને કહ્યું હતું કે પાકિસ્તાનની આર્થિક સ્થિતિમાં તે સુધારો લઈ આવશે. પરંતુ ખબર અનુસાર બેન્ક સતત નુકશાનમાં છે. લોકો ઈમરાન ખાનને કહી રહ્યા છે કે તેણે રાજીનામુ આપીને ભારત જતુ રહેવું જોઈએ.