ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) એ ગ્રેજ્યુએટ અપરેન્ટિસ, ટેક્નિશિયન અપરેન્ટિસ અને ટ્રેડ અપરેન્ટિસનાં ઘણાં પદો માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો આ માટે અરજી કરી શકે છે. આ માટે ઉમેદવારો ઈસરોની વેબસાઇટ પરથી વધુ માહિતી મેળવી શકે છે.
ઈન્ટરવ્યૂની તારીખો
ગ્રેજ્યુએટ અપરેન્ટિસ: 14 ડિસેમ્બર 2019
ટેક્નિશિયન અપરેન્ટિસ: 21 ડેસેમ્બર 2019
ટ્રેડ અપરેન્ટિસ: 4 જાન્યુઆરી 2020
પદોની સંખ્યા
ગ્રેજ્યુએટ અપરેન્ટિસ: 41
ટેક્નિશિયન અપરેન્ટિસ: 59
ટ્રેડ અપરેન્ટિસ: 120
વય મર્યાદા
આ પદો માટે અરજી કરવા માટે ઉમેદવરઓની મહત્તમ ઉંમર 35 વર્ષ નક્કી કરવામાં આવી છે.
અરજી પ્રક્રિયા
ઈચ્છુક ઉમેદવારોએ નિર્ધારિત અરજીની સાથે ઈન્ટરવ્યૂ માટે હાજર રહેવાનું રહેશે. ઈન્ટરવ્યૂ સમયે જન્મ તારીખ, યોગ્યતા, આરક્ષણ (હોય તો), આગળના અનુભવ વિશેનાં પ્રમાણમત્ર લાવવાં અને તેની સેલ્ફ અટેસ્ટેડ કોપી સાથે લાવવી.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી મેરિટ અને ઈન્ટરવ્યૂના આધારે થશે.