કોરોનામાં વર્ક ફ્રોમ હોમ કલ્ચર વધી રહ્યું છે. સોફ્ટવેર પ્રોડક્ટ કંપની જોહો ‘વર્ક ફ્રોમ વિલેજ’ના મોડલ પર કામ કરી રહી છે. કંપનીએ તાજેતરમાં જ ચેન્નાઈથી 650 કિમી દૂર તેનકાસી જિલ્લાના સુંદરી ગામમાં નવી ઓફિસ ખોલી છે. અહીં અત્યારે 20 કર્મચારી કામ કરી રહ્યા છે. દક્ષિણ ભારતના નાના ગામોમાં તેની આ ત્રીજી ઓફિસ છે. કંપની ટૂંક સમયમાં જ 7 નવી વિલેજ ઓફિસ ખોલવાની તૈયારીમાં છે. કંપનીએ 2016માં પોતાની ઓફિસ તેનકાસી જિલ્લાના જ મત્થલમપરાઈ ગામમાં શરૂ કરી હતી, જ્યાં આજે 500 થી વધુ કર્મચારી કામ કરી રહ્યા છે. આવી જ ઓફિસ આંધ્રપ્રદેશના ચિત્તુર જિલ્લાના રેનીગૂંટામાં ખોલાઈ હતી, જેમાં 120 કર્મચારી કામ કરી રહ્યા છે.
કુંભકોણમ પાસેના ગામમાં જન્મેલા વેમ્બુને ગામની જીવનશૈલી કામ કરવા માટે વધુ સરળ લાગે છે. આ ઓફિસમાં કેટલીક સ્થાનિક છોકરીઓ પણ કામ કરી રહી છે. પરિવાર તેમને નોકરી માટે શહેરમાં મોકલવા માગતા ન હતા, પરંતુ અમે જ્યારે ગામમાં જ રહીને કામ કરવાની ઓફર આપી તો તેઓ તરત જ માની ગયા હતા. આજે ગામના અનેક છોકરા-છોકરીઓ અહીં ખુશીથી કામ કરી રહ્યા છે. દંડપાનીએ કહ્યું કે, કંપનીએ જોહો યુનિવર્સિટી ખોલી છે, લોકોને સ્કિલની ટ્રેનિંગ અપાય છે. કોઈ પણ પ્રકારની ફી લેવાતી નથી. 90 ટકા વિદ્યાર્થી તમિલનાડુના છે. 875 વિદ્યાર્થી આ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થઈને જોહો કંપનીમાં જ નોકરી મેળવી ચૂક્યા છે.