થોડા સમય પહેલા જયપુર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં ફાયરિંગની ઘટનાને પગલે હંગામો મચી ગયો હતો. હવે આ ઘટનાના આરોપી આરપીએફ કોન્સ્ટેબલ ચેતન સિંહ વિરુદ્ધ રેલવેએ મોટી કાર્યવાહી કરી છે. રેલવેએ આરોપી ચેતન સિંહને નોકરીમાંથી બરતરફ કરી દીધો છે. ચેતન હાલ જેલ કસ્ટડીમાં છે.
