જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના બારામુલામાં, સેનાની પેટ્રોલિંગ ટીમ પર શંકાસ્પદ આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક સૈનિક ઘાયલ થયો હતો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસ હવે જવાનને સારવાર માટે મોકલી કેસની તપાસમાં લાગી ગઈ છે.
આ પહેલા જમ્મુ-કાશ્મીરના કામરાજીપોરામાં એક સફરજનના બાગમાં 12 ઓગસ્ટ બુધવારે સવારે શરૂ થયેલા એન્કાઉન્ટરમાં એક સૈનિક માર્યો ગયો હતો, જ્યારે સુરક્ષા દળો દ્વારા એક આતંકવાદીને પણ ઠાર કરવામાં આવ્યો છે. સુરક્ષા દળો આ વિસ્તારમાં છુપાયેલા હોવાનું જાણવા મળ્યું છે, ત્યારબાદ જવાનોએ સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને બંને આતંકીઓને ઘેરી લીધા હતા.
પોતાને ઘેરાયેલા જોઇને આતંકીઓએ ફાયરિંગ કરી જેમાં એક યુવાન ઘાયલ થયો હતો પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જવાબી કાર્યવાહીમાં સુરક્ષા દળોએ એક આતંકીને પણ ઠાર માર્યો હતો, જ્યારે બીજાની શોધખોળ ચાલુ છે. સમાચાર લખાય ત્યાં સુધી એન્કાઉન્ટર ચાલુ હતું.