જમ્મૂ કશ્મીરમાં આતંકી મકબૂલ ભટ્ટ અને અફઝલ ગુરૂની વસરી પર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ મોટો હુમલો કરવાની તૈયારીમાં છે. ખુફીયા એજન્સીઓએ આતંકી હુમલા પહેલા એલર્ટ જાહેર કર્યુ છે.
આતંકીઓ 5થી 11 ફેબ્રુઆરીની વચ્ચે કોઈ પણ વિસ્તારમાં હુમલો કરી શકે છે. મહત્વનુ છે કે, 9 ફેબ્રુઆરીના રોજ મકબુલ ભટ્ટની વરસી છે. જ્યારે 11 ફેબ્રુઆરીના રોજ અફઝલ ગુરૂની વરસી છે. આ દિવસમાંથી કોઈ પણ દિવસે આતંકવાદી હુમલો કરી શકે છે. જેના કારણે સુરક્ષ બળો દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.