JEE Main Exam-2020નું પરિણામ શુક્રવારે રાત્રે 11 વાગ્યે નેશનલ ટેસ્ટિંગ એજન્સી તરફથી જાહેર કરી દેવામાં આવ્યું છે. NTAએ જૉઈન્ટ એન્ટ્રેન્સ એક્ઝામ (JEE)નું રિઝલ્ટ પરીક્ષા લેવાના એક અઠવાડિયા કરતાં પણ ઓછા સમયમાં જાહેર કરી દીધુ છે.
JEE મેઈન એક્ઝામના શુક્રવારે જાહેર કરવામાં આવેલા પરિણામોમાં 24 વિદ્યાર્થીઓને પૂરા 100 અંક પ્રાપ્ત થયા છે. ઉલ્લેખનીય છે કે, એન્જિનિયરિંગ કોર્સમાં એડમિશન માટે લેવાતી આ પરીક્ષા કોરોના મહામારીના કારણે અગાઉ 2 વખત ટાળવામાં આવી ચૂકી છે. આખરે ઉગ્ર વિરોધ વચ્ચે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં આ પરીક્ષા લેવામાં આવી હતી.
આ એક્ઝામમાં સૌથી વધુ તેલંગાણાના 8 વિદ્યાર્થીઓએ 100 ટકા પરસેન્ટાઈલ મળ્યાં છે. જ્યારે દિલ્હીના 5, રાજસ્થાનના 4, આંધ્ર પ્રદેશના 3, હરિયાણાના 2 અને ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી 1-1 વિદ્યાર્થીને 100 ટકા માર્ક્સ મળ્યા છે.