રાજસ્થાનના જાલોર જિલ્લામાંથી આ ઘટના સામે આવી છે. આપને જણાવી દઈએ કે અહીંના એક વ્યક્તિએ પાંચ વર્ષ પહેલા SBI બેન્કના લોકરમાં સોનુ મુક્યું હતું. પણ પાંચ વર્ષે જ્યારે લોકર ખોલ્યું તો એમાંથી પથ્થર નીકળ્યાં. અહીં SBI બેન્કમાં આ આશ્ચર્યચક્તિ કરી દેતી ઘટના સામે આવી છે. જાલોર શહેરના નિવાસી પારસમલ જૈને પાંચ વર્ષ પહેલા SBI બેન્કના લોકરમાં પોતાના પરિવારનું સોનું મૂકર્યુ હતું. પણ, પાંચ વર્ષ બાદ જ્યારે લોકર ખોલીને જોયું તો લોકરમાં સોનુ નહીં પથ્થર મળ્યા. પારસમલ જૈનનો જાલોરના વાતની છે પણ મહારાષ્ટ્રના ભિવંડીમાં એમનો વ્યવસાય છે. દેશમાં લાગેલા લોકડાઉનના કારણે 20 દિવસ પહેલા જ તેઓ પોતાના વતન પાછા ફર્યાં હતા ત્યારે એમણે બેન્કમાં જઇને 5 વર્ષ પહેલા ખોલાવેલા લોકરની તપાસ કરી હતી.
જો કે લોકર ખોલતાની સાથે જ પારસમલ જૈન આઘાતમાં સરી પડયા હતા, કારણે કે લોકરમાં સોનાને બદલે મોટા મોટા પથ્થર હતા. પારસમલે આ મુદ્દે પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખાવી હતી. પોલીસ ફરિયાદના આધારે પારસમલે લગભગ 800 ગ્રામ જેટલા સોનાના આભુષણ બેન્કના લોકરમાં મૂક્યાં હતા. જોકે, અહીં આવીને પાંચ વર્ષ બાદ લોકર ખોલતા સોનાના આભૂષણને બદલે એમને માત્ર મારબલના પથ્થર જ મળ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ પોલીસ હરકતમાં આવી હતી અને પ્રશાસનમાં પણ હડકંપ મચી ગઇ છે, બેંક મેનેજરનો સંપર્ક કર્યો હતો, પણ ત્યાં એમને કોઈ સંતોષજનક જવાબ મળ્યો નહી. જો કે પારસમલ દ્વારા અન્ય અધિકારીઓનો સંપર્ક પણ કરવામાં આવ્યો હતો. જો કે એમની સાથે સંપર્ક થઇ શક્યો નહી. ત્યારબાદ અંતિમ પગલા રૂપે એમણે પોલીસ સ્ટેશન જઈને આ અંગે SBI ની લોકર સુવિધા વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી.
મેનેજરે જણાવ્યું કે પારસમલ જ્યારે લોકર ઓપરેટ કરવા આવ્યા ત્યારે સહીની ખરાઈ કરવામાં આવી હતી. લોકર અને અન્ય બધું જ બરાબર હતું. મેનેજર દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું હતું કે એમનું લોકર માત્ર પારસમલ દ્વારા જ ઓપરેટ કરવામાં આવ્યું હતું. બેન્કના રેકોર્ડ પ્રમાણે છેલ્લી વખતે પણ એમના હાથે જ લોકર ઓપરેટ થયું હતું. સામન્ય રીતે લોકરની ચાવી ગ્રાહક પાસે જ રહે છે. બેન્ક પાસે તો માત્ર માસ્ટર કી હોય છે, જેનો ઉપયોગ ક્યારેય ગ્રાહકની હાજરી વગર થઈ શકતો નથી. સહી વગેરેની ખરાઇ કરીને જ લોકર ખોલવામાં આવે છે, તેમજ બધા જ લોકરને નીચેથી લોક કરવાામાં આવે છે. જો આ ઘટના ખરેખર પારસમલ કહી રહ્યા છે એમ હોય તો બેન્કની વિશ્વનીયતા પર પ્રશ્નાર્થ ચિન્હ મૂકાઈ શકે છે. હાલ તો સમગ્ર ઘટના સમજવા પ્રયત્ન કરતી પોલીસે ફરિયાદ નોધીને તપાસ શરુ કરી દીધી છે.