ઝારખંડના સીએમ અને જેએમએમના કાર્યકારી પ્રમુખ હેમંત સોરેને કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે EDને 31 જાન્યુઆરીનો સમય આપ્યો છે. તેની ઉપલબ્ધતા અંગે માહિતી આપતો મેઈલ આજે EDને મોકલવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, પાર્ટીના સૂત્રોએ આ જાણકારી આપી. 27 જાન્યુઆરીએ, EDએ CMને પત્ર લખીને કેસના સંબંધમાં પૂછપરછ માટે 29 અથવા 31 જાન્યુઆરીની તારીખ માંગી હતી.
