જમ્મુ-કાશમીરના બડગામ અને સોપોર સેક્ટરમાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ ચાલી રહી છે. સેના દ્રારા બંને સેક્ટરમાં આતંકીઓ છુપાયા હોવાની માહીતી મળ્યા પછી એકાઉન્ટર શરૂ કરવામાં આવ્યુ હતુ. એકાઉન્ટરમાં કુલ 5 આતંકીઓને ઠારમરાયા હતા. આ વર્ષામાં કાશ્મીરમાં કુલ 200 આતંકીઓનો ખાતમો કરવામાં આવ્યો છે.
– બડગામમા 3-4 આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી છે. માહિતી મળતા જ સેનાએ આ ગામને કોર્ડન કાર્યવાહી શરૂ કરી હતી. તે દરમિયાન છુપાયેલા આતંકીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. સેનાએ પણ જવાબ આપ્યા હતો. ઇન્ટરનેટ સેવા પણ બંઘ કરી દેવામાં આવી હતી.
-સોપોરમાં એકાઉન્ટર દરમિયાન એક જવાન ઘાયલ થયો હોવાની માહિતૂ મળી હતી.