વરિષ્ઠ પત્રકાર વિનોદ વર્માની છત્તિસગઢ પોલીસે ગાઝીયાબાદ સ્થિત તેમના નિવાસેથી અટકાયત કરી હતી. સવારે 4 વાગ્યે પોલીસે તેમની અટકાયત બાદ લગભગ 5 કલાક સુધી ઈંદરામપુર પોલીસ સ્ટેશનમાં પુછપરછ કરી હતી. વિનોદ વર્મા પર જાનથી મારીનાંખવાની ધમકી આપવી બ્લેકમેલિંગ કરવા જેવા આરોપ લાગ્યા છે. વિનોદ વર્મા દેશબંન્ધુ અને બીબીસીમાં પોતાની ફરજ બજાવી ચુક્યા છે. આ સિવાય વર્મા અમર ઉજાલા ડિઝિટલ પ્રમુખ રહી ચુક્યા છે. વિનોદ વર્મા છત્તિસગઢના વરિષ્ઠ કોંગ્રેસ નેતા ભૂપેશ બધેલના સંબન્ધી છે.
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ભૂપેશ સિંહ બધેલનું કહેવું છે કે છત્તિસગઢના એક મંત્રીની વિવાદાસ્પદ સિડી વિનોદ શર્મા પાસે હતી. આ સબૂતના કારણે તેમની પુછપરછ થઇ છે જે ખુબજ નિંદનીય છે. વિનોદ વર્મા નિર્દોષ છે.
હવે જોવાનું એ છે કે સમગ્ર મામલે શુ નિર્ણય આવે છે પોલીસને વિનોદ વર્મા વિરુદ્ધ કોઈ પુરાવા મળે છે કે કેમ. આટલી પુછપરછ બાદ શુ તથ્ય બહાર આવે છે તે જોવાનું રહ્યું.