સીબીઆઈના ઈન્ચાર્જ ડાયરેક્ટર નાગેશ્વર રાવની નિમણૂંકને પડકારતી પીટીશન પર સુનાવણી કરવાના મામલાથી સુપ્રીમ કોર્ટના વધુ એક જજ ખસી ગયા છ. હકીકતમાં એવું બહાર આવ્યું હતું કે જસ્ટીસ સીકરીને નિવૃત્તિ બાદ લંડન ટ્રીબ્યૂનલમાં નિમણૂંક આપવામાં આવશે. આને લઈ ભારે વિવાદ થયો હતો. નોંધનીય છે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ પણ આ કેસની સુનાવણીથી પોતાની જાતને અળગી કરી દીધી હતી.
આ મામલાની સુનાવણી શુક્રવારે અન્ય બેન્ચ કરશે. નાગેશ્વર રાવને જાન્યુઆરીમાં ઈન્ચાર્જ ડારેક્ટર બનાવવામાં આવ્યા હતા. નવા ડાયરેક્ટની નિમણૂંક ન થાય ત્યાં સુધી નાગેશ્વર રાવ સીબીઆઈ ચીફ તરીકે કાર્યરત રહેશે. આલોક વર્માને સીબીઆઈ ચીફ તરીકેથી હટાવાયા બાદ મોદી સરકારે નાગેશ્વર રાવને સીબીઆઈની જવાબદારી સોંપી છે.
આરટીઆઈ એક્ટિવિસ્ટ અંજલિ ભારદ્વાજે નાગેશ્વર રાવની નિમણંકને પડકારી અરજી કરી છે. અરજીમાં જણાવાયું છે કે સીબીઆઈના ડાયરેક્ટરની પસંદગીમાં પારદર્શી પ્રક્રિયા અપનાવવામાં આવે. આક્ષેપ છે કે રાવની નિમણૂંક હાઈપાવર કમિટીના નિર્ણયના આધારે કરવામાં આવી નથી. આ કમિટીમાં વિપક્ષના નેતા, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ અથવા અન્ય જસ્ટીસ હોય છે. જસ્ટીસ ગોગોઈએ આ મામલાથી પોતાને અલગ કર્યા બાદ જસ્ટીસ સીકરી પણ ખસી જતા અનેક પ્રકારની ચર્ચા ચાલી રહી છે.