કર્ણાટકઃ કર્ણાટકનું રાજકારણ અત્યારે ભારે ગરમાયું છે. કર્ણાટકના મંત્રીના સેક્સ ટેપનો વિવાદ એટલો હદે આગળ વધી ગયો કે મંત્રીને રાજીનામું આપવું પડ્યું હતું. ર્ણાટકના મુખ્ય પ્રધાન બી.એસ. યેદીયુરપ્પા પર પણ વિપક્ષ દ્વારા અનેક સવાલો ઉઠવા લાગ્યા છે. આ મંત્રીએ દાવો કર્યો હતો કે યેદીયુરપ્પાએ ખુબ ભ્રષ્ટાચાર કર્યો છે. આ સમગ્ર દાવા મંત્રીએ એક મહિલા સાથેની સેક્સ સીડીમાં કર્યા છે. આ વાતચીત ખુબ વાયરલપણ થઇ રહી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર કર્ણાટકના જલસંસાધન મંત્રી રમેશ જારકીહોલી મહિલા સાથે વાતચીત કરતા આ ટેપમાં ઝડપાઇ ગયા હતા, જેમાં મંત્રી દાવો કરી રહ્યા છે કે યેદીયુરપ્પાએ બહુ ભ્રષ્ટાચાર કર્યો છે. વળી મહિલાને આ મંત્રી કહી રહ્યા છે કે પૂર્વ મુખ્ય મંત્રી અને કોંગ્રેસના નેતા સિદ્ધારામૈયા ઘણા જ સારા નેતા હતા. એક સમયે કોંગ્રેસમાં નેતા રહેલા જારકીહોલી એમ પણ કહી રહ્યા છે કે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી મુખ્ય મંત્રી બનશે.
આ વીડિયો ટેપની કેટલીક વાતચીત વાયરલથઇ રહી છે જે મૂજબ આ મહિલા મંત્રીને પૂછે છે કે બેલગામમાં મરાઠી અને કન્નડ બહુ લડી રહ્યા છે, શું આ વાત સાચી છે? જવાબમાં મંત્રી કહે છે કે મરાઠી સારા લોકો છે.
કન્નડને કોઇ જ કામ નથી હોતું. સિદ્ધારામૈયા સારા નેતા છે. યેદીયુરપ્પાએ બહુ જ ભ્રષ્ટાચાર કર્યો છે. મહિલા પૂછે છે કે તમે તમે હંમેશા દિલ્હી જતા હોવ છો, શું તમે મુખ્ય મંત્રી બનશો? બાદમાં ભાજપ સરકારના આ મંત્રી કહે છે કે પ્રહલાદ જોશી મુખ્ય મંત્રી બનશે.આ ટેપ સામે આવ્યાબાદ કોંગ્રેસે હવે ભાજપના મુખ્ય મંત્રી યેદિયુરપ્પાને ઘેરી લીધા છે.
કોંગ્રેસના નેતા ડીકે શીવકુમારે કહ્યું છે કે તેમણે ભ્રષ્ટાચારના આરોપોનો જવાબ આપવો જોઇએ. આ કોઇ માત્ર સેક્સ સ્કેન્ડલ નથી, મંત્રી વીડિયોમાં કહે છે કે મુખ્યમંત્રી ભ્રષ્ટ છે. સરકારે આનો જવાબ આપવો જોઇએ. બીજી તરફ ટેપ સામે આવ્યા બાદ હવે મંત્રીએ રાજીનામુ આપી દેવું પડયું છે. સાથે તેમની વિરુદ્ધ મહિલાના શોષણ બાબતે ફરિયાદ પણ કરવામાં આવી છે. જોકે મંત્રી સામે કોઇ કાર્યવાહી હજુસુધી નથી કરવામાં આવી.