દિલ્હી હાઈકોર્ટે ઈડીએ નોંધેલા મની લોન્ડરીંગના કેસમાં કાર્તિ ચિદમ્બરમને 20 માર્ચ સુધી ધરપકડ નહીં કરવાની વચગાળાની રાહત આપી છે.દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું છે કે સીબીઆઈના કેસમાં સુનાવણી યોજતી અદાલત કાર્તિના જામીન મંજૂર કરે તો ઈડી આગામી તારીખ સુધી તેમની ધરપકડ કરી શકશે નહીં.
દિલ્હી હાઈકોર્ટ આ સાથે મની લોન્ડરીંગ કેસમાં સમન્સ જારી કરવા તથા સુનાવણીને પડકારતી કાર્તિની પિટિશન સંદર્ભમાં કેન્દ્ર તેમજ ઈડીનો જવાબ પણ માગ્યો છે.
INX મીડિયાના કેસમાં કાર્તિ પર લાંચ લેવાનો આરોપ છે અને હાલતે પોલીસ રિમાન્ડ પર છે. કાર્તિ પર એરસેલ-મેક્સિસ અને આઈએનએક્સ મીડિયા માટે ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (એફઆઈપીબી)ની ખોટી રીતે મંજૂરી મેળવવાનો પણ આરોપ છે. ત્યારે તેમના પિતા પી. ચિમ્બરમ નાણાપ્રધાન હતાં.સીબીઆઈએ આ કેસમાં INX મીડિયા, તેના ડાયરેકટર પીટર અને ઈન્દ્રાણી મુખરજી સાથે કાર્તિ ચિદમ્બરનું નામ પણ સંકળાયેલું છે.