કરવા ચૌથના વ્રતમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે નિર્જળા વ્રત કરે છે. આ વ્રતમાં તેઓ પાણી પણ પી શકતી નથી. જો કે આ વ્રત કરવું સરળ નથી હોતું. દિવસ દરમિયાન અનેકવાર પાણીની તરસ સતાવે છે. પરંતુ જો તમે આ વ્રત કર્યું હોય અને પાણીની તરસ કે ભુખ છીપાવવી હોય તો આ ટ્રીક તમને મદદ કરશે.
1. ઓફિસ જતી મહિલાઓએ પોતાને કામમાં વ્યસ્ત રાખવાનો પ્રયત્ન કરવો. ગૃહિણીઓ ગેમ્સ રમીને કે ફિલ્મો જોઈને પણ ટાઈમ પાસ કરી શકે છે. વ્યસ્ત રહેવાથી સમય ઝડપથી પસાર થઈ જશે.
2. શરીરના ટેંપરેચરને બેલેન્સ કરો. ઘર કે ઓફિસના કામમાં વ્યસ્ત રહેતી મહિલાઓએ શારીરિક શ્રમ ન પડે તે વાતનું ખાસ ધ્યાન રાખવું. શરીરને થાક ન લાગે તેવા પ્રયત્ન કરવા જેથી પરસેવો વધારે ન થાય અને તરસ ન લાગે.
3. સવારે 10થી બપોરના 3 કલાક સુધી તડકો વધારે પ્રમાણમાં હોય છે. તેથી આ ટાઈમએ ઘરની બહાર નીકળવું નહીં. સાંજના સમયે બહાર જાઓ તો તડકાથી બચવાનો શક્ય હોય તેટલો પ્રયત્ન કરવો.
4. શરીરનું તાપમાન વધવાથી વ્યક્તિને વધારે તરસ લાગે છે. તેથી જો વધારે ગરમી થાય તો ઠંડા પાણીથી નહાવું. ઠંડા પાણીના તાપમાનથી શરીરનું તાપમાન પણ ઘટી જશે.
5. વ્રતને સરળ બનાવવા માટે આઈસ ક્યૂબ ટ્રિક પણ કામની છે. એક ટુવાલ કે નેપકિનમાં બરફના ટુકડા લપેટી અને તેને ગળા તેમજ કાંડા પાસે રાખો. આ બંને જગ્યાએ જ્યાં પલ્સ પોઈંટ હોય ત્યાં બરફથી શેક કરવો. તેનાથી શરીરને ઠંડક અનુભવાશે.
6. જ્યારે શ્વાસ મોં વડે લેતા હોય ત્યારે મોં ઝડપથી સુકાઈ જાય છે અને તરસ લાગે છે. દિવસ દરમિયાન આ સ્થિતિને સજાગ રહી અને ટાળો એટલે કે શ્વાસ નાક વડે લેવાનું રાખો. જેથી મોં સુકાશે નહીં અને તરસ લાગશે નહીં.
7. આ દિવસે પહેરવાના કપડા પર ખાસ ધ્યાન આપવું. ગરમીથી બચવા માટે હળવા રંગના, ટાઈટ ન હોય તેવા અને કોટનના કપડા પહેરવા.
8. કરવા ચોથના દિવસે કસરત ન કરવી અને વધારે જોરથી વાત પણ ન કરવી. એવા દરેક કામ કરવાનું ટાળવું જેમાં શરીરની ઊર્જા ખર્ચ થાય.