કેરળના કન્નુર જિલ્લાના ખાતે આરએસએસ કાર્યાલય પર બોમ્બ ફેંકવામાં આવતા વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. પયન્નુર પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના આજે સવારે બની હતી, હુમલામાં બિલ્ડિંગની બારીના કાચ તૂટી ગયા હતા. વધુ તપાસ ચાલુ છે. હાલ આ ઘટનામાં કોઈ જાન-માલના નુકસાનના અહેવાલ નથી.
આ હુમલો કોણે અને કયા ઈરાદાથી કર્યો? અત્યાર સુધી, તેના વિશે કોઈ માહિતી બહાર આવી નથી. પોલીસ તમામ સ્તરે તપાસ કરી રહી છે.