શિખ ધર્મના સંસ્થાપક ગુરુનાનક દેવની જયંતી અને કારતક મહિનાની પૂનમ પણ છે. આ દિવસે શિખ અને હિન્દુ ધર્મ માટે ખૂબ જ ખાસ છે. આ વર્ષે ગુરુનાનકની 550 મી જયંતી છે. શિખ શ્રદ્ધાળુઓ આ દિવસે બધા ગુરુદ્વારાઓમાં મોટી સંખ્યામાં પહોંચે છે. પંજાબના અમૃતસરમાં આવેલ સુવર્ણ મંદિર દુનિયાભરના મુખ્ય ગુરુદ્વારાઓમાંથી એક છે. અહીં દેશ-વિદેશથી દરેક ધર્મના લોકો આવે છે અને પૂરી શ્રાદ્ધાની સાથે માથુ ટેકવે છે. તેને હરમંદિર સાહેબ પણ કહેવામાં આવે છે.
અનેક વખત હરમંદિર સાહેબને તોડવામાં આવ્યું છે-
અહીં પ્રચલિત માન્યતાઓ પ્રમાણે જૂના સમયમાં સુવર્ણ મંદિરને અનેકવાર નષ્ટ કરી દેવામાં આવ્યું હતું. દર વખતે ભક્તોએ તેને ફરીથી બનાવ્યું હતું. મંદિરને ક્યારે-ક્યારે નષ્ટ કરવામાં આવ્યું અને ક્યારે-ક્યારે ફરીથી બનાવ્યું, તેની જાણકારી મંદિરમાં જોવા મળે છે. 19મી શતાબ્દીમાં અફઘાન હુમલાખોરોએ આ મંદિરને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દીધું હતું. ત્યારબાદ મહારાજા રણજીત સિંહે તેને ફરીથી બનાવડાવ્યું અને સોનાની પરતથી સજાવ્યું હતું. તેને લીધે તેને સુવર્ણ મંદિર કહેવામાં આવે છે. શિખ ધર્મમાં ગુરુને જ ઈશ્વર સમાન માનવામાં આવ્યા છે. સુવર્ણ મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં લોકો મંદિરની સામે જ માથું ટેકવે છે, પછી પગ ધોયા પછી સીડીઓથી મુખ્ય મંદિર સુધી પહોંચે છે. સીડીઓની સાથે-સાથે મંદિર સાથે જોડાયેલી ઘટનાઓ અને ઈતિહાસ લખ્યો છે.
સુવર્ણ મંદિરની વાસ્તુકલા-
માન્યતા છે કે આ ગુરુદ્વારાનો નક્શો લગભગ 4000 વર્ષ પહેલાં ગુરુ અર્જુન દેવજીએ તૈયાર કરાવ્યો હતો. ગુરુદ્વારા વાસ્તુ કલાની ખૂબ જ સુંદર મિશાલ છે. મંદિરમાં કરવામાં આવેલ નક્શીકામ અને સુંદરતા બધાનું મન મોહી લે છે. ગુરુદ્વારામાં ચારેય દિશામાં દરવાજા છે.
મંદિરમાં હંમેશાં લંગર ચાલતું રહે છે. અહીં પ્રસાદ ગ્રહણ કરવા માટે લોકોની ભીડ લાગેલી રહે છે. લંગરની પૂરી વ્યવસ્થા શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા કરવામાં આવે છે. દરરોજ અહીં હજારો લોકો લંગરનો પ્રસાદ ગ્રહણ કરે છે. સુવર્ણ મંદિરમાં આવનારા શ્રદ્ધાળુઓ માટે ગુરુ રામદાસ સરાયમાં રોકાવાની વ્યવસ્થા પણ છે. મંદિરમાં એક સરોવર પણ છે. અહીં આવનારા બધા શ્રદ્ધાળુઓ આ સરોવારમાં સ્નાન કરે છે અને પછી ગુરુદ્વારામાં માથુ ટેકવવા આવે છે.