12 નવેમ્બરે કારતક મહિનાની પૂનમ છે. આ પૂનમનું હિન્દુ ધર્મમાં મોટું મહત્વ હોય છે. આ તિથિએ ગુરુનાનક દેવની જયંતી પણ છે. તેને લીધે આ દિવસે શિખ ધર્મના લોકો માટે ખૂબ જ ખાસ દિવસ છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે પ્રાચીનકાળમાં આ તિથિએ જ ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર લીધો હતો. જાણો આ પૂનમનું મહત્વ અને આ દિવસે કયા-કાય શુભ કામ કરી શકાય છે….
કારતક પૂનમનું મહત્વ-
હિન્દુ પંચાંગ પ્રમાણે કારતક મહિનાની પૂનમને ત્રિપુરારી પૂનમ અને દેવ દિવાળી પણ કહેવામાં આવે છે. પ્રાચીનકાળમાં આ તિથિના દિવસે જ ત્રિપુરાસુર નામના દૈત્યનો વધ કર્યો હતો, તેને લીધે તેને ત્રિપુરારી પૂનમ કહે છે. એ સિવાય માન્યતા છે કે કારતક પૂનમે જ ભગવાન વિષ્ણુએ મત્સ્યાવાતાર પણ લીધો હતો. આ તિથિના સંબંધમાં બીજી એક માન્યતા પણ છે કે આ દિવસે દેવતાઓની દિવાળી હોય છે. એટલા માટે તેને દેવ દિવાળી પણ કહે છે. આ દિવસે કારતક મહિનાનું સ્નાન સમાપ્ત થઈ જશે. કારતકી પૂનમે પવિત્ર નદીઓમાં સ્નાન, દીપદાન, પૂજા, આરતી, હવન અને દાનનું મહત્વ હોય છે.
આ પૂનમે કયા શુભ કામ કરવા જોઈએ-
-ભગવાન વિષ્ણુ માટે સત્યનારાયણ ભગવાનની કથા કરવી જોઈએ.
-આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે. સ્નાન પછી દીપદાન, પૂજા, આરતી અને દાન કરવામાં આવે છે.
-કારતક પૂનમે ગરીબોને ફળ, અનાજ, દાળ, ચોખા, ગરમ વસ્ત્ર વગેરે વસ્તુઓનું દાન કરવું જોઈએ.
-કારતક પૂનમે સવારે વહેલાં ઊઠવું જોઈએ. પાણીમાં થોડું ગંગાજળ મેળવીને સ્નાન કરવું. સ્નાન કરતી વખતે બધા તીર્થોનું ધ્યાન કરવું જોઈએ. સ્નાન કર્યા પછી સૂર્યને જળ ચઢાવવું.
-શિવલિંગ પર જળ ચઢાવીને ऊँ नम: शिवाय મંત્રનો જાપ કરી અભિષેક કરી કર્પૂર પ્રગટાવી આરતી કરવી. શિવજીની સાથે ગણેશજી, માતા પાર્વતી, કાર્તિકેય સ્વામી અને નંદીની પણ વિશેષ પૂજા કરો.
-પૂનમના દિવસે હનુમાનજીની સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો.