કારતક મહિનાના સુદ પક્ષની બીજા અર્થાત્ દિવાળીના બૂજા દિવસે ભાઈબીજ ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના મસ્તક ઉપર તિલક લગાવીને તેમની લાંબી ઉંમર માટે મનોકામના કરે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભાઈના મસ્તક પર તિલક લગાવવાથી યમરાજ એ ભાઈ-બહેનના કષ્ટ દૂર કરી દે છે. માન્યતા છે કે આ દિવસે ભાઈ પોતાની બહેને યમુના સ્નાન કરાવે. ત્યારબાદ બહેન પોતાના ભાઈનું તિલક કરે અને ભોજન કરાવે. તો ભાઈ-બહેન યમ દ્વિતિયાના દિવસે આ પ્રકારે બીજપૂજન પછી તિલકની રસમ પૂરી કરે છે. તેમને મૃત્યુ પછી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે.
ભાઈબીજના મુહૂર્ત-
સવારે- 10:36 થી 11:56 સુધી
સવારે- 11.56 થી બપોરે 1:16 સુધી
બપોરે- 02:55 થી સાંજે 04:10 સુધી
ભાઈબીજ પર્વ ધર્મરાજ યમ અને તેમની બહેન યમુનાના પ્રેમનું પ્રતીક છે. આ દિવસે યમ અને યમુનાની જેમાં જ ભાઈ-બહેન મળે છે. બહેન ભાઈનો આદર સત્કાર કરીને તિલક લગાવે છે. આ પ્રકારે ભાઈ-બહેનના પ્રેમથી યમ અને યમુના પ્રસન્ન થઈ જાય છે. આ દિવસે ભાઈ અને બહેનને યમુના સ્નાન કરવું જોઈએ. એમ કરવું શક્ય ન હોય તો નહાવાના પાણીમાં યમુનાનું પાણી મેળવીને નહાવું અને યમુના દેવીને પ્રણામ કરો અને ત્યારબાદ ધર્મરાજ યમને પણ પ્રણામ કરો. યમ અને યમુનાને પ્રણામ કરીને આ મંત્ર બોલો-
યમરાજની પૂજા માટે-
धर्मराज नमस्तुभ्यं नमस्ते यमुनाग्रज।
पाहि मां किंकरैः सार्धं सूर्यपुत्र नमोऽस्तु ते।।
યમુની પૂજા માટે
यमस्वसर्नमस्तेऽसु यमुने लोकपूजिते।
वरदा भव मे नित्यं सूर्यपुत्रि नमोऽस्तु ते॥
ભાઈબીજ સાથે જોડાયેલી કથા-
સૂર્યની પત્ની સંજ્ઞાના બે સંતાન હતા. તેમાં પુત્રનું નામ યમરાજ અને પુત્રીનું નામ યમુના હતું. સજ્ઞા પોતાના પતિ સૂર્યની ઉદ્દીપ્ત કિરણોને સહન ન કરી શકતા ઉત્તરી ધ્રુવમાં છાયા બનીને રહેવા લાગી. તેનાથી તાપ્તી નદી તથા શનિશ્વરનો જન્મ થયો. આ છાયાથી જ સદાય યુવાન રહેનાર અશ્વિની કુમારો પણ જન્મ થયો છે. જે દેવતાઓના વૈધ માનવામાં આવે છે. ઉત્તરી ધ્રુવમાં વસવાને લીધે સંજ્ઞા(છાયા)નો યમ તથા યમુનાની સાથે વ્યવહારમાં અંતર આવ્યું. તેનાથી વ્યથિત થઈ યમે પોતાની નગરી યમપુરી વસાવી. યમુના પોતાના ભાઈને યમપુરીમાં પાપીઓને દંડ આપતા જોઈ દુઃખી થતી હતી, એટલા માટે તે ગોલોકમાં ચાલી ગઈ.
સમય પસાર થતો ગયો. ત્યારે ઘણા વર્ષો પછી અચાનક એક દિવસ યમે પોતાની બહેન યમુના યાદ આવી. યમે પોતાના દૂતોને યમુનાનો પતો લગાવવા મોકલ્યા. પરંતુ તે ક્યાંય ન મળી. પછી યમ પોતે લોકમાં ગયા જ્યાં યમુના સાથે ભેટ થઈ. આટલા દિવસો પછી યમુના પોતાના ભાઈ સાથે મળીને આનંદિત થઈ. યમુનાએ ભાઈનું સ્વાગત કર્યું અને સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું. તેનાથી ભાઈ યમ પ્રસન્ન થયા અને બહેનને વરદાન માગવાનું કહ્યું. ત્યારે યમુનાએ વરદાન માગ્યું કે, હે ભાઈ, હું ઈચ્છું છું કે જે પણ મારા જળમાં સ્નાન કરશે તે યમપુરી નહીં જાય. આ સાંભળી યમ ચિંતિત થઈ ગયા અને મનો-મન વિચાર કરવા લાગ્યા કે આવા વરદાનથી તો યમપુરીનું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે. ભાઈને ચિંતિત જોઈ બહેન બોલી ભાઈ, ચિંતા ન કરો, મને એવું વરદાન આપો કે જે લોકો આજના દિવસે બહેનને ત્યાં ભોજન કરે તથા મથૂરા નગરીમાં સ્થિત વિશ્રામઘાટ ઉપર સ્નાન કરે, તે યમપુરી નહીં જાય. યમરાજે આ વાતનો સ્વીકાર કર્યો અને વરદાન આપ્યું. બહેન-ભાઈના આ પર્વને હવે ભાઈ-બીજના રૂપમાં ઉજવવામાં આવે છે.