દિલ્હી સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે પ્રેમ લગ્ન કરનાર લોકોની વચ્ચે કોઈને દખલગીરી કરવાનો કોઈ અધિકાર નથી.
આજે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવતા કહ્યું કે, જો બે પુખ્ત યુગલ લગ્ન કરવાનો નિર્ણય કરે છે, તો તેમાં કોઈને પણ દખલગીરી કરવાનો હક નથી. એટલુ જ નહીં તેમને સુરક્ષા પણ આપવી જોઈએ.
કેટલાક સમયથી સતત ઓનરકિલિંગ, ખાપ પંચાયત જેવા કિસ્સાઓ સામે અાવતા અા બાબતને ગંભીરતાથી લેતા સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે.
ખુબજ સંવેદનશીલ અેવા અા મુદા પર એક અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવતા કહ્યું કે પ્રેમ વિવાહ કરનાર યુગલને સુરક્ષા આપવી જોઈએ. કોર્ટે આ મામલામાં દરેક પક્ષ સાથે તેમનો મત માંગ્યો હતો. કેસની વધુ સુનાવણી 16 ફેબ્રુઆરીએ થશે. ખાપ પંચાયતના વકીલની જાટકણી કાઢતા સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે કોઈ લગ્ન કાયદેસર કે ગેરકાયદે છે, તેનો નિર્ણય માત્ર કોર્ટ જ કરી શકે છે.