પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં એક ગામ છે વેલા રાયણવાડિયા ત્યાં પ્રતાપભાઈ રાઠવા તેની પત્ની અને બે પુત્રોની સાથે રહેતા હતાં. પ્રતાપભાઈ રાઠવા અને તેમની પત્ની કડિયા કામ કરી, પરીવારનું ગુજરાન ચલાવે છે પરંતુ હમણાં લાંબા સમયના લોકડાઉનને કારણે છેલ્લા બે મહિનાથી કામ ધંધો બંધ હતો. આ તંગદિલી ભરી પરિસ્થિતિમાં પ્રતાપભાઈ રાઠવા અને તેની પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હતાં. આવી જ રીતે એક વખત પ્રતાપ અને તેની પત્નીને જમવાની બાબતને લઈને ઝઘડો થયો હતો ત્યારે આ બાબતે મનમાં વેર રાખીને પ્રતાપભાઈની પત્નીએ તેના બે પુત્રો પ્રતીક રાઠવા અને પ્રદીપ રાઠવાને પોતાના ઘર નજીક આવેલા ખેતરમાં રહેલા એક કૂવામાં ફેંકી દીધા હતા. આ આખા ઘટનાક્રમની જાણ થતા પ્રતાપભાઈ રાઠવાએ ફાયર બ્રિગેડને તુરંત બોલાવી હતી.
ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ઘટના સ્થળ પર આવીને કૂવામાંથી બંને બાળકોને બહાર કાઢ્યા હતા પરંતુ આખો કૂવો પાણીથી ભરેલો હોવાના કારણે બ્રિગેડ આવતા અગાઉ જ બંને બાળકોના કૂવામાં જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા. તો સમગ્ર વાતની જાણ થતાં જ પોલીસની ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે પ્રતાપભાઈ રાઠવાની પત્ની સામે હત્યાનો આરોપ દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે. દુખદ વાત તો એ છે કે લોકડાઉનમાં પતિ-પત્ની વચ્ચે અવાર-નવાર ઝઘડાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવે છે. યઅ કિસ્સા જેવો જ એક કિસ્સો થોડા દિવસો પહેલાં જ અમદાવાદમાં પણ પ્રકાશમાં આવ્યો હતો, જેમાં પતિએ પત્નીને તેની કોઈક ખાસ ભોજન બનાવવા માટે કહ્યું હતું, પરંતુ પત્નીએ એ ફરમાઈશ પ્રમાણે ભોજન ન બનાવતા ખુદ પતિએ ઘરની બાલ્કનીમાંથી લટકીને નીચે કૂદી પડવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટના દેખાડતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. દુખદ વાત તો એ છે કે લોકડાઉનમાં પતિ-પત્ની વચ્ચે અવાર-નવાર ઝઘડાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવે છે. યઅ કિસ્સા જેવો જ એક કિસ્સો થોડા દિવસો પહેલાં જ અમદાવાદમાં પણ પ્રકાશમાં આવ્યો હતો, જેમાં પતિએ પત્નીને તેની કોઈક ખાસ ભોજન બનાવવા માટે કહ્યું હતું, પરંતુ પત્નીએ એ ફરમાઈશ પ્રમાણે ભોજન ન બનાવતા ખુદ પતિએ ઘરની બાલ્કનીમાંથી લટકીને નીચે કૂદી પડવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના દેખાડતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.