હસ્ત ભાષા
નિયમિતતા, વ્યવસ્થા, દુનિયારીના વ્યવહારમાં પારંગત, ધનપ્રાપ્તિમાં પ્રવીણ, દૃઢ નિૃયવાળો, મજબૂત મનોબળનું ચિહન
આવા હાથવાળો મનુષ્ય દુનિયાદારીના વ્યવહારમાં પારંગત અને અર્થોપાર્જનમાં અત્યંત પ્રવીણ હોય છે.
ધનપ્રાપ્તિ માટે તે ગમે તેવાં કષ્ટ વેઠવાં તૈયાર થાય છે. ધનપ્રાપ્તિ માટે તે પદ્ધતિપૂર્વક, એકાગ્ર ચિત્ત ને ખંતથી કામ કરે છે. સાબિતી વિના તે કોઈપણ વાત માનતો નથી. તે દૃઢ નિૃયવાળો અને જડસુ હોય છે. તે વેપારી તરીકે, વકીલ, બેરિસ્ટર તરીકે, દાક્તર કે વૈદ્ય તરીકે રાજ્યના અમલદાર તરીકે ઇતિહાસવેત્તા તરીકે વૈજ્ઞાનિક તરીકે કે ગણિતશાસ્ત્રી તરીકે પ્રવીણ નીવડે છે. સારી કે નરસી તમામ વસ્તુમાં તે નિયમ પ્રમાણે જ કામ કરે છે. તે પોતાના કામમાં ખૂબ હઠાગ્રહી હોય છે અને પોતાના હુકમનો ભંગ સહન કરી શકતો નથી.
ચોરસ હાથવાળા કેવા ધનિક અને દુરાગ્રહી હોય છે તેનું આબાદ દૃષ્ટાંત બેરન રોથ્સચાઈલ્ડ પરથી મળે છે.
તેણે લખેલી એક હૂંડી ઓફ ઈંગ્લેડે સ્વીકારી નહીં આથી બીજે દિવસ પોતાના માણસો સાથે તે આવી પહોંચ્યો. પાંચ કરોડ પચાસ લાખ ડોલરના સોનાના સિક્કા બેંકને હૂંડીઓ પેટે આપવાના હતા જે તેની પાસે હતા નહીં. આખરે બેંકે રોથ્સચાઈલ્ડની હૂંડીઓ સ્વીકારવાની જાહેરાત કરી.
કળાવાન હાથ
કળાવાન હાથ સુંવાળો અને પાતળો હોય છે. તેની આંગળીનાં ટેરવાં શંખ જેવા આકારવાળાં હોય છે.
- કળાવાન હાથ શંખ આકારનાં ટેરવાં-
- કળા
- લાગણી
- અંતજ્ઞાન
- અંતઃપ્રેરણા
- ચિત્રકાર, શિલ્પશાસ્ત્રી, સંગીતકાર કે નટ
આવા હાથવાળો મનુષ્ય ચિત્રકાર કે શિલ્પશાસ્ત્રી, સંગીતકાર કે નટ થવાને યોગ્ય હોય છે.
તેનામાં કળાકારની સંપૂર્ણ પ્રકૃતિ હોય છે. તેનામાં ધર્મ, કળા, લાગણી, વિચાર પ્રમાણે આચાર કરવાની ત્વરિત ગતિ, અંતજ્ઞાનને અંતઃપ્રેરણા, સર્વ કરતાં વિશેષ પ્રમાણમાં હોય છે. આદર્શ પ્રાપ્તિ માટે એ એનું સર્વસ્વ કુરબાન કરવા તૈયાર થાય છે.
ગંઠાયેલો હાથ
આ જાતનો હાથ ખાસ કરીને પ્રથમ ચાર હાથને સાધારણ રીતે મળતો હોવા છતાં ખૂબ જ કોમળ હોતો નથી. આવા હાથ કંઈક લાંબા તેમજ પર્વતો કંઈક ગંઠાયેલા તેમજ પ્રત્યેક આંગળીઓ જોડાયેલી જોવા મળેે છે. માણસની બુદ્ધિ તેમજ માનસિક પ્રગતિ સારી હોય છે. આંગળીઓના મૂળમાં પર્વતનો ભાગ સાધારણ ચોરસ તેમજ આંગળીઓનો નખવાળો ટેરવાંનો ભાગ ઈંડાંની આકૃતિનો હોય છે.
આ જાતની વ્યક્તિ આચારવિચાર પાળનારી, વ્યવહારિક બાબતમાં અનભિજ્ઞા સંશોધનવૃત્તિવાળી, સાદી અને શાસ્ત્રીય વિષયની આવડતવાળી હોય છે. જો હથેળીનો ભાગ ચોરસ હોય તો પૈસાની બાબતમાં બહુ જ બેદરકાર હોય છે. નવીન સંશોધન વૃત્તિમાં ખૂબ જ ખર્ચ કરનાર બને છે. તેઓનું મુખ્ય કામ એકાગ્રતા હોય છે. તેમજ શાસ્ત્રીય આવડતવાળા હોય છે. બાહ્ય સૌંદર્ય કરતાં નિજાનંદમાં માનતા હોય છે. સત્ય, સ્વતંત્રતા, તત્ત્વજ્ઞાનના શોધક તેમજ ખગોળનાં પુસ્તકો વાંચવાનો શોખ હોય છે.
તત્ત્વજ્ઞાની હાથ
તત્ત્વજ્ઞાની હાથ લાંબો, પાતળો, હાડકાં દેખાય તેવો અને અણીદાર ટેરવાંવાળો હોય છે. આ હાથ કોઈ વખત વેઢાની ગાંઠથી કાટખૂણો પાડતો દેખાય છે.
- તત્ત્વજ્ઞાની હાથ
- તત્ત્વજ્ઞાન વૃત્તિ
- ઊર્મીનો ઉછાળો
- કલ્પના
- સ્વતંત્રતા
આ હાથ તત્ત્વવૃત્તિ, ઊર્િમનો ઉછાળ, કલ્પનાને સ્વપ્નસૃષ્ટિમાં પરિભ્રમણ દર્શાવે છે.
આવા હાથવાળો મનુષ્ય કલ્પના અને સ્વપ્નસૃષ્ટિમાં જ રાચનારો હોય છે. દુનિયાની આર્િથક ઉપાર્જનની ધમાલને ધિક્કારે છે.
જો હાથ ગાંઠવાળો હોય તો મનુષ્ય પોતાની કલ્પના પર કાબૂ મેળવી શકે છે પરંતુ મોટેભાગે તે ઈશ્વર પર વધારે વિશ્વાસ મૂકી જીવનમાં કર્તવ્યો કરનારો હોય છે.
મિશ્ર હાથ
મિશ્ર હાથમાં ઉપર જણાવેલા સર્વે અથવા થોડાક હાથની પ્રકૃતિનું મિશ્રણ હોય છે. તેની એક આંગળી પાતળી તો બીજી જાડી હોય છે. એક આંગળી ચોરસ તો બીજી શંખ આકારની હોય છે. તો વળી એક ગાંઠવાળી હોય છે.
- બદલાતા વિચારો
- ઘણી વસ્તુ એક સાથે
- અચોક્કસ પ્રવૃત્તિઓ
- સબ બંદરનો વેપારી.
આવા હાથવાળો મનુષ્ય જાણે ઘણી વસ્તુઓ કરવા ઈચ્છે છે પણ એકેય વસ્તુ અમલમાં મૂકી શકતો નથી. તે તેના હેતુ અને ધ્યેય વારંવાર બદલતો રહે છે. તેથી તે એકેયમાં વિજય મેળવતો નથી.